ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (UP) પૂર્વ મુખ્યમંત્રી (Former CM) અને સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વડા મુલાયમ સિંહ યાદવના (Muayam Singh yadav) મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે સવારે પૂર્વ સીએમ અખિલેશ યાદવે (Akhilesh Yadav) પિતા વગરની પહેલી સવારની લાગણી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું કે આજે પહેલીવાર એવું લાગે છે કે સૂર્ય વિના સવાર પડી છે.
અખિલેશ યાદવે બે ફોટા ટ્વીટ કર્યા અને કેપ્શન લખ્યું, ‘આજે પહેલી વાર લાગ્યું… પ્રથમ તસ્વીરમાં અખિલેશ યાદવ મુલાયમની સળગતી ચિતાને નમન કરી રહ્યા છે, જ્યારે બીજી તસ્વીરમાં અખિલેશ કેટલાક લોકો સાથે મુલાયમ સિંહના અંતિમ સંસ્કાર સ્થળ પર પહોંચી રહ્યા છે. સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર મંગળવારે તેમના વતન સૈફઈમાં રાજ્ય સન્માન સાથે થયા. તેમના પુત્ર અને રાજ્યના પૂર્વ સીએમ અખિલેશે તેમને ભીની આંખે મુખાગ્ની આપી હતી. તેમના પાર્થિવ દેહને જોવા લોકો સૈફઈમાં એકઠા થયા હતા.
ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં મુલાયમ સિંહ યાદવનું નિધન
મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં 10 ઓક્ટોબરે અવસાન થયું હતું, ત્યારબાદ સોમવારે તેમના પાર્થિવ દેહને ગુરુગ્રામથી સૈફઈ લઈ જવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને શ્રદ્ધાંજલિ આપવા સૈફઈ પહોંચ્યા હતા. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલ પહોંચીને નેતાજીને શ્રદ્ધાંજલિ આપી હતી અને અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે શ્રદ્ધાંજલિ આપી હતી
રક્ષા મંત્રી રાજનાથ સિંહ મુલાયમ સિંહ યાદવ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. તેમની સાથે બાબા રામદેવ, શરદ પાવર, પ્રફુલ પટેલ, અનિલ અંબાણી પણ સૈફઈ પહોંચ્યા હતા. હેમંત સોરેન, ઓમ બિરલા, કેસીઆર, કમલનાથ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ શ્રદ્ધાંજલિ આપી.
અંતિમ સંસ્કારમાં અનેક મોટા નેતાઓએ હાજરી આપી હતી
મળતી માહિતી મુજબ, JDU નેતા કેસી ત્યાગી, કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલ, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડગે, યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર હાજર રહ્યા હતા.
આઝમ ખાન પણ ભાવુક થઈ ગયા
ગત સાંજે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પણ મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવા તેમના વતન ગામ સૈફઈ પહોંચ્યા હતા. આઝમે શ્રદ્ધાંજલિ આપી, પછી અખિલેશે આશ્વસન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ પણ મોડી સાંજે સૈફઈ પહોંચી મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી.