અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા છેલ્લા 20 વર્ષોમાં પૂર્ણ રીતે અમેરિકી ભંડોળ પર આશ્રિત થઈ છે. તાલિબાન પહેલાં અફઘાનિસ્તા સરકારના બજેટનો 75 ટકા ભાગ વિદેશી અનુદાનથી મળી રહ્યો હતો. તાલિબાનના વિજયા બાદ આ રકમ મળવાની તો બંધ થઈ જ છે સાથે જ અફઘાનિસ્તાનની પૂર્વ સરકાર દ્વારા અમેરિકાની બેન્કોમાં મૂકાયેલી રકમ પણ ફ્રીઝ કરી દેવાઈ છે. અફઘાનિસ્તાન સરકારે પૂર્વમાં જે આવક થતી હતી તેની સરખાણીમાં માત્ર 25 ટકા રકમ હવે ઉપ્લબ્ધ થશે જે તે દેશને નિશ્ચિત રૂપે આર્થિક સંકટમાં નાંખી દેશે. આ તો સરકારની વાત હતી. દેશનાં મૂળ અર્થતંત્રની સ્થિતિ પણ આવી જ છે. અફઘાનિસ્તાનની આવકનો બીજો સ્ત્રોત અફીમ છે.
વિશ્વના 80 ટકા અફીમનું ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે, જો કે આનાથી અફઘાનિસ્તાનની આવક વધુ થઈ રહી ન હતી. એક અંદાજ મુજબ પૂર્વમાં તાલિબાનને અફીમના વેપારથી ઓછી અને કાયદાકીય વેપાર પર વસુલવામાં આવેલા ગેરકાયદે વેરાઓથી વધુ આવક થતી હતીં. જેમ કોઈ વેપારીને કાલીનનો નિકાસ કરવો હોય તો તે કાલીન બંદર સુધી સુરક્ષિત પહોંચે તે માટે તાલિબાન દ્વારા વસુલી કરાતી હતી. આ પ્રકારની વસુલીથી તાલિબાનની આવક વધુ થતી હતી. જો કે વિશ્વ સ્તર પર તાલિબાનનો અફીમની સપ્લાયમાં હિસ્સો વધુ છે પણ આનાથી તાલિબાનને ભારી રકમ મળવાની શક્યતા ઓછી છે. અફઘાનિસ્તાનની આવકનો બીજો સ્ત્રોત વિદેશી વેપાર હતો. આ અંગે પણ તાલિબાનનો રસ વધુ નથી.
જેમ કે ભારત સાથેનો વેપાર પ્રતિબંધિત કરાયો છે. ભારતને અફઘાનિસ્તાન દ્વારા ફળ, સૂકા મેવા અને મસાલાનો પુરવઠો આપવામાં આવતો હતો. હવે અફઘાનિસ્તાનમાં આ માલના ઉત્પાદકોને પોતાનો માલ વેચવાની સમસ્યા ઉભી થઈ છે. અફઘાનિસ્તાનનો ત્રીજો સ્ત્રોત ખનીજ છે પણ આ મિલ્કતનો વેપારીક ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. દાખલા રીતે ચીને વર્ષ 2007માં એક તાંબાની ખીણની સમજૂતી કરી હતી જે હજી સુધી ચાલુ થઈ શકી ન હતી. તેની પાઠળનું મખ્ય કારણ રાજકીય પણ છે, પણ જો ખનિજોની ગુણવત્તા સારી હોત તો તેમને કાઢવાનો માર્ગ પણ નિકળી આવતે. આ જ કારણથી છેલ્લા 50 વર્ષોમાં અફઘાનિસ્તાનમાં ખનીજોના ઉત્પાદનમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. આ રીતે અફઘાનિસ્તાન આર્થિક દ્રષ્ટિથી ચારેય બાજુથી ઘેરાયલું છે. વિદેશી મદદમાં ભારે ઘટાડો થયો છે, અફીમનો વેપાર સીમિત છે, વિદેશી વેપારને તાલિબાને જાતે પ્રતિબંધિત કર્યો છે અને ખનીજોનું વેપારીક ઉત્પાદન મુશ્કેલ દેખાય છે.
પણ આ આર્થિક સંકટથી તાલિબાન અને અફઘાનિસ્તાનના લોકો તૂટી જશે તેના પર શંકા છે. આપણે જોઈ ચુકયા છે કે સીરિયા, ઈરાન, ઉત્તર કોરિયા અને વેનેઝુએલા જેવા દેશોમાં ભારે આર્થિક સંકટ છતાં લોકોએ પોતાની સરકારનું સમર્થન કર્યું હતું. તાલિબાન મુખ્ય રીતે ધાર્મિક પ્રવૃત્તિના લોકો છે. અમેરિકાની ‘ઈન્સ્ટીટ્યુટ ઓફ પીસ’ના એક અભ્યાસ મુજબ 4 પ્રમુખ મુદ્દે રાષ્ટ્રીય સંપ્રભુતા, સૈન્ય તાકાત, જિહાદની પવિત્રતા અને ઈસ્લામિક અમીરાતની માન્યતા છે. તેમાં અંતિમ બે એટલે કે જિહાદની પવિત્રતા અને ઈસ્લામિક અમીરાતની માન્યતા ધર્મ સાથે જોડાયેલી છે. આ જ રીતે અમેરિકાની ‘ફોરને પોલીસી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ’ દ્વારા પ્રકાશિત એક દસ્તાવેજ મુજબ તાલિબાન કોઈ થોડી સંખ્યાના ત્રાસવાદી નથી. તાલિબાનનું સમર્થન અફઘાનિસ્તાનનો સામાન્ય માણસ કરે છે. તેમનો ઉદ્દેશ્ય પોતાના ધર્મ અને પોતાની સંસ્કૃતિની રક્ષા કરે. આ ક્રમમાં ઈન્ડોનેશિયાની ‘યુનિવર્સિટી ઓફ એરલંગા’ દ્વારા પ્રકાશિત એક પેપરમાં કહેવાયું છે કે તાલિબાનનો ઉદ્દેશ્ય ભ્રષ્ટ અને અધાર્મિક સરકારને બદલી અને ધાર્મિક ઈસ્લામિક સરકારની સ્થાપના કરવાનો છે, એટલે આર્થિક સંકટથી તે લોકો તૂટશે એવું લાગતુ નથી.
ભારતે આ પરિસ્થિતિમાં પોતાનો માર્ગ બનાવવાનો છે. તાલિબાન અને પાકિસ્તાન બંને જ કાશ્મીરના મુદ્દે આપણી વિરૂદ્ધ ઉભેલા છે. આ સ્થિતિમાં ભારત સામે બે ઉપાય છે. એક છે અમેરિકા સાથે ગઠબંધન કરી તાલિબાન, પાકિસ્તાન, ઈરાન અને ચીનના ગઠબંધનનો સામનો કરવો. બીજો ઉપાય છે કે અમેરિકાને છોડી ઈરાન અને ચીન સાથે ગઠબંધન બનાવી તાલિાન અને પાકિસ્તાનને ઘેરવાના પ્રયાસ કરવા. ઈરાન શિયાની સંખ્યા વધુ છે. અફઘાનિસ્તાનમાં પણ 20 ટકા મુસલમાન શિયા છે.તેમના પર પૂર્વમાં અફઘાની સુન્નીઓ દ્વારા અત્યાચાર કરાતા હતાં.
નિવર્તમાન સંવિધાનમાં શિયા અને સુન્નીને એક સમાન દરજ્જો આપવામાં આવ્યો હતો પણ આ પ્રકારના ધાર્મિક વિવાદોનું સંવિધાનોથી સમાધાન થતું નથી. એટલે ઈરાન મૂળ રૂપે તાલિબાન વિરૂદ્ધ છે. તે પોતાના શિયા લઘુમતી ભાઈઓની રક્ષા કરવા માગશે. તે જ રીતે ચીનની સામે ઉઈગર મુસ્લિમોનું સંકટ છે. ચીન નહીં ઈચ્છે કે તાલિબાન સાથે જોડાઈને ઉઈગર મુસલમાનોને અપ્રત્યક્ષ પ્રોત્સાહન આપે, એટલે ચીન અને ઈરાન બંને જ તાલિબાન વિરૂદ્ધ આપણી સાથે જોડાઈ શકે છે.
આર્થિક દ્રષ્ટીથી પણ આપણા માટે ઈરાન અને ચીન સાથે ગઠબંધન લાભદાયક છે. ઈરાન પાસે ભારે માત્રામાં તેલ છે અને ચીન સાથે આપણો વેપાર મોટા પાયે ચાલી જ રહ્યો છે. એટલે ઈરાન અને ચીન સાથે મળીને તાલિબાન અને પાકિસ્તાનના ગઠબંધનને ઘેરવાના પ્રયાસ કરીએ. અમેરિકા જ્યારે અફઘાનિસ્તાનને છોડીને જતું રહ્યું છે તો તે જ અમેરિકાના ભરોસે આપણે ઈરાન, તાલિબાન, પાકિસ્તાન અને ચીનના વિશાળ ગઠબંધનનો સામનો કરી શકીએ તે મુશ્કેલ દેખાય છે. તાલિબાનનો વૈચારીક આધાર પોતાના દેશની જ દેવબંધી વિચારધારા છે. આ કારણે ભારતને જો વિશ્વગુરુની ભૂમિકા નિભાવવી છે તો દેવબંદી વિચારકો સાથે સંવાદ કરી તાલિબાનની વિચારધારા સ્વયંને રૂપાંતરણ કરવાનું સાહસ દેખાડવું પડશે. કારણ કે તાલિબાન મૂળ રૂપે ધાર્મિક સંસ્થા છે એટલે ધાર્મિક સંવાદ શક્ય છે. ત્યારે જ આપણી ચારેય તરફ શાંતિ સ્થાપિત થશે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા છેલ્લા 20 વર્ષોમાં પૂર્ણ રીતે અમેરિકી ભંડોળ પર આશ્રિત થઈ છે. તાલિબાન પહેલાં અફઘાનિસ્તા સરકારના બજેટનો 75 ટકા ભાગ વિદેશી અનુદાનથી મળી રહ્યો હતો. તાલિબાનના વિજયા બાદ આ રકમ મળવાની તો બંધ થઈ જ છે સાથે જ અફઘાનિસ્તાનની પૂર્વ સરકાર દ્વારા અમેરિકાની બેન્કોમાં મૂકાયેલી રકમ પણ ફ્રીઝ કરી દેવાઈ છે. અફઘાનિસ્તાન સરકારે પૂર્વમાં જે આવક થતી હતી તેની સરખાણીમાં માત્ર 25 ટકા રકમ હવે ઉપ્લબ્ધ થશે જે તે દેશને નિશ્ચિત રૂપે આર્થિક સંકટમાં નાંખી દેશે. આ તો સરકારની વાત હતી. દેશનાં મૂળ અર્થતંત્રની સ્થિતિ પણ આવી જ છે. અફઘાનિસ્તાનની આવકનો બીજો સ્ત્રોત અફીમ છે.
વિશ્વના 80 ટકા અફીમનું ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે, જો કે આનાથી અફઘાનિસ્તાનની આવક વધુ થઈ રહી ન હતી. એક અંદાજ મુજબ પૂર્વમાં તાલિબાનને અફીમના વેપારથી ઓછી અને કાયદાકીય વેપાર પર વસુલવામાં આવેલા ગેરકાયદે વેરાઓથી વધુ આવક થતી હતીં. જેમ કોઈ વેપારીને કાલીનનો નિકાસ કરવો હોય તો તે કાલીન બંદર સુધી સુરક્ષિત પહોંચે તે માટે તાલિબાન દ્વારા વસુલી કરાતી હતી. આ પ્રકારની વસુલીથી તાલિબાનની આવક વધુ થતી હતી. જો કે વિશ્વ સ્તર પર તાલિબાનનો અફીમની સપ્લાયમાં હિસ્સો વધુ છે પણ આનાથી તાલિબાનને ભારી રકમ મળવાની શક્યતા ઓછી છે. અફઘાનિસ્તાનની આવકનો બીજો સ્ત્રોત વિદેશી વેપાર હતો. આ અંગે પણ તાલિબાનનો રસ વધુ નથી.
જેમ કે ભારત સાથેનો વેપાર પ્રતિબંધિત કરાયો છે. ભારતને અફઘાનિસ્તાન દ્વારા ફળ, સૂકા મેવા અને મસાલાનો પુરવઠો આપવામાં આવતો હતો. હવે અફઘાનિસ્તાનમાં આ માલના ઉત્પાદકોને પોતાનો માલ વેચવાની સમસ્યા ઉભી થઈ છે. અફઘાનિસ્તાનનો ત્રીજો સ્ત્રોત ખનીજ છે પણ આ મિલ્કતનો વેપારીક ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. દાખલા રીતે ચીને વર્ષ 2007માં એક તાંબાની ખીણની સમજૂતી કરી હતી જે હજી સુધી ચાલુ થઈ શકી ન હતી. તેની પાઠળનું મખ્ય કારણ રાજકીય પણ છે, પણ જો ખનિજોની ગુણવત્તા સારી હોત તો તેમને કાઢવાનો માર્ગ પણ નિકળી આવતે. આ જ કારણથી છેલ્લા 50 વર્ષોમાં અફઘાનિસ્તાનમાં ખનીજોના ઉત્પાદનમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. આ રીતે અફઘાનિસ્તાન આર્થિક દ્રષ્ટિથી ચારેય બાજુથી ઘેરાયલું છે. વિદેશી મદદમાં ભારે ઘટાડો થયો છે, અફીમનો વેપાર સીમિત છે, વિદેશી વેપારને તાલિબાને જાતે પ્રતિબંધિત કર્યો છે અને ખનીજોનું વેપારીક ઉત્પાદન મુશ્કેલ દેખાય છે.
પણ આ આર્થિક સંકટથી તાલિબાન અને અફઘાનિસ્તાનના લોકો તૂટી જશે તેના પર શંકા છે. આપણે જોઈ ચુકયા છે કે સીરિયા, ઈરાન, ઉત્તર કોરિયા અને વેનેઝુએલા જેવા દેશોમાં ભારે આર્થિક સંકટ છતાં લોકોએ પોતાની સરકારનું સમર્થન કર્યું હતું. તાલિબાન મુખ્ય રીતે ધાર્મિક પ્રવૃત્તિના લોકો છે. અમેરિકાની ‘ઈન્સ્ટીટ્યુટ ઓફ પીસ’ના એક અભ્યાસ મુજબ 4 પ્રમુખ મુદ્દે રાષ્ટ્રીય સંપ્રભુતા, સૈન્ય તાકાત, જિહાદની પવિત્રતા અને ઈસ્લામિક અમીરાતની માન્યતા છે. તેમાં અંતિમ બે એટલે કે જિહાદની પવિત્રતા અને ઈસ્લામિક અમીરાતની માન્યતા ધર્મ સાથે જોડાયેલી છે. આ જ રીતે અમેરિકાની ‘ફોરને પોલીસી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ’ દ્વારા પ્રકાશિત એક દસ્તાવેજ મુજબ તાલિબાન કોઈ થોડી સંખ્યાના ત્રાસવાદી નથી. તાલિબાનનું સમર્થન અફઘાનિસ્તાનનો સામાન્ય માણસ કરે છે. તેમનો ઉદ્દેશ્ય પોતાના ધર્મ અને પોતાની સંસ્કૃતિની રક્ષા કરે. આ ક્રમમાં ઈન્ડોનેશિયાની ‘યુનિવર્સિટી ઓફ એરલંગા’ દ્વારા પ્રકાશિત એક પેપરમાં કહેવાયું છે કે તાલિબાનનો ઉદ્દેશ્ય ભ્રષ્ટ અને અધાર્મિક સરકારને બદલી અને ધાર્મિક ઈસ્લામિક સરકારની સ્થાપના કરવાનો છે, એટલે આર્થિક સંકટથી તે લોકો તૂટશે એવું લાગતુ નથી.
ભારતે આ પરિસ્થિતિમાં પોતાનો માર્ગ બનાવવાનો છે. તાલિબાન અને પાકિસ્તાન બંને જ કાશ્મીરના મુદ્દે આપણી વિરૂદ્ધ ઉભેલા છે. આ સ્થિતિમાં ભારત સામે બે ઉપાય છે. એક છે અમેરિકા સાથે ગઠબંધન કરી તાલિબાન, પાકિસ્તાન, ઈરાન અને ચીનના ગઠબંધનનો સામનો કરવો. બીજો ઉપાય છે કે અમેરિકાને છોડી ઈરાન અને ચીન સાથે ગઠબંધન બનાવી તાલિાન અને પાકિસ્તાનને ઘેરવાના પ્રયાસ કરવા. ઈરાન શિયાની સંખ્યા વધુ છે. અફઘાનિસ્તાનમાં પણ 20 ટકા મુસલમાન શિયા છે.તેમના પર પૂર્વમાં અફઘાની સુન્નીઓ દ્વારા અત્યાચાર કરાતા હતાં.
નિવર્તમાન સંવિધાનમાં શિયા અને સુન્નીને એક સમાન દરજ્જો આપવામાં આવ્યો હતો પણ આ પ્રકારના ધાર્મિક વિવાદોનું સંવિધાનોથી સમાધાન થતું નથી. એટલે ઈરાન મૂળ રૂપે તાલિબાન વિરૂદ્ધ છે. તે પોતાના શિયા લઘુમતી ભાઈઓની રક્ષા કરવા માગશે. તે જ રીતે ચીનની સામે ઉઈગર મુસ્લિમોનું સંકટ છે. ચીન નહીં ઈચ્છે કે તાલિબાન સાથે જોડાઈને ઉઈગર મુસલમાનોને અપ્રત્યક્ષ પ્રોત્સાહન આપે, એટલે ચીન અને ઈરાન બંને જ તાલિબાન વિરૂદ્ધ આપણી સાથે જોડાઈ શકે છે.
આર્થિક દ્રષ્ટીથી પણ આપણા માટે ઈરાન અને ચીન સાથે ગઠબંધન લાભદાયક છે. ઈરાન પાસે ભારે માત્રામાં તેલ છે અને ચીન સાથે આપણો વેપાર મોટા પાયે ચાલી જ રહ્યો છે. એટલે ઈરાન અને ચીન સાથે મળીને તાલિબાન અને પાકિસ્તાનના ગઠબંધનને ઘેરવાના પ્રયાસ કરીએ. અમેરિકા જ્યારે અફઘાનિસ્તાનને છોડીને જતું રહ્યું છે તો તે જ અમેરિકાના ભરોસે આપણે ઈરાન, તાલિબાન, પાકિસ્તાન અને ચીનના વિશાળ ગઠબંધનનો સામનો કરી શકીએ તે મુશ્કેલ દેખાય છે. તાલિબાનનો વૈચારીક આધાર પોતાના દેશની જ દેવબંધી વિચારધારા છે. આ કારણે ભારતને જો વિશ્વગુરુની ભૂમિકા નિભાવવી છે તો દેવબંદી વિચારકો સાથે સંવાદ કરી તાલિબાનની વિચારધારા સ્વયંને રૂપાંતરણ કરવાનું સાહસ દેખાડવું પડશે. કારણ કે તાલિબાન મૂળ રૂપે ધાર્મિક સંસ્થા છે એટલે ધાર્મિક સંવાદ શક્ય છે. ત્યારે જ આપણી ચારેય તરફ શાંતિ સ્થાપિત થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.