Comments

દેશના ભાગલાની ભયાનકતા ભૂલાય?

1947માં ભારતના ભાગલા પડવાને કારણે ભારતીયોએ જે પીડા ભોગવવી પડી તેનો સ્વીકાર કરવા માટે દર વર્ષે તા. 14મી ઓગસ્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિભાજન વિભિષીકા સ્મૃતિ દિન’ તરીકે મનાવવાનું જાહેર કર્યું છે. મોદીએ નોંધ્યું છે કે ભાગલાપડયા ત્યારે અવિચારી ધિક્કાર અને હિંસાને કારણે લાખ્ખો લોકો માર્યા ગયા હતા અને સ્થળાંતરિત થયા હતા. મોદીએ કહયું કે ભારતના ભારત અને પાકિસ્તાનમાં બે ભાગલા પડયા તેને યાદ કરવા માટેનો આ દિવસ ભારતીયોને સામાજિક વિભાજનનું ઝેર દૂર કરવાની જરૂરની યાદ અપાવતો રહેશે.

તા. 14મી ઓગસ્ટને પાર્ટીશન હોરર્સ રીમેમ્બ્રસ ડે’ વિભાજન વિભિષીકા દિન તરીકે મનાવવાના ગેઝેટમાં જાહેર નામા સાથે મોદીની ઘટનાના 74 વર્ષ પછીની જાહેરાતને મિશ્ર આવકાર મળ્યો છે. 1947માં દેશના ભાગલા પડયા તેની ભયાનકતાનેદ ેશમાં સરકારના સર્વોચ્ચ પદ પરથી સંસ્થાકીય માન્યતા મળી હોય તેવો સ્વતંત્ર ભારતમાં આ પહેલો બનાવ છે. સ્વભાવિક રીતે કેટલાક લોકો આ ઘટનાથી રાજી નથી. પાકિસ્તાન સરકાર આ જાહેરાતની આક્રોશભરી પ્રતિક્રિયા આપી છે. જોગાનુજોગ આ દિવસે પાકિસ્તાનનો સ્વાતંત્રય દિન પણ છે. કેટલાક લોકોએ પ્રશ્ન પણ કર્યો છે કે વિભાજનની ભયાનકતા યાદ પણ કોણે રાખવી છે?

વિભાજન ઘણા લોકો માટે પીડાકારક હતું એ બાબતમાં કોઇ શંકા નથી. લગભગ વીસ લાખ લોકોને સૌથી ઘાતકી રીતે મારી નાંખવામાં આવ્યા હતા. અંદાજે એક લાખ સ્ત્રીઓનું અપહરણ કરી તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને દોઢ કરોડથી વધુ સ્ત્રીઓ અને પુરુષો અને બાળકો સ્થળાંતરિત થયા હતા. ખાસ કરીને ભારત પૂર્વમાં અને પશ્ચિમમાં પોતાનો પ્રદેશ અને લોકો ગુમાવ્યા. તેને માટે આ નિર્ણય અત્યંત પીડાકારક જનોઇવઢ ઘા હતો જેનાથી તેનો સ્વતંત્રા પ્રાપ્ત કર્યાનો આનંદ છીનવાઇ ગયો.

બ્રિટીશ રાજે કરેલા આ નિર્ણયથી ફેલાયેલી હિંસામાં ભારતીયો ને ભારતીયો, હિંદુઓ અને શીખોને મુલસમાનો સામે મૂકાઇ ગયા અને સૌથી ભયાનક સ્થિતિ પંજાબ અને બંગાળમાં જોવા મળી. આ રાજયોનું સંસ્થાનવાદી વિચારધારાને અવિચારી પ્રદર્શનમાં ભાગલા પડયા હતા. ભારતે પોતાની પીડા બાજુપર રાખી પાકિસ્તાનનું તેના જન્મ પ્રસંગે અભિવાદન કરવાનો સજાગપણે નિર્ણય કર્યો અને પોતાનો વિકાસ કરવા અલગ બિન સાંપ્રદાયિક ઓળખ પેદા કરવાની કોશિષ કરી તેને પગલે વિભાજનની પીડા અને યાદના લોકોની સ્મૃતિમાં રહી. ઘા ભૂલાયા નહીં પણ તેમાંથી અલગ થઇને આગળ વધવાની ઇચ્છા અને મક્કમતા પેદા થઇ.

પાકિસ્તાનમા સ્થાપક મુહમ્મદ અલી ઝીન્નાએ જેને માટે આટલી કડવાશભરી લડત આપી તે બે રાષ્ટ્રના સિધ્ધાંતના 1971માં બાંગ્લાદેશના સર્જન સાથે લીરેલીરા ઉડી ગયા. કેટલાક લોકો દાવો કરે છે કે છેલ્લા પોણોસો વર્ષથી જે અન્ય ઘટના બની તેણે ભાગલાના ઘા રુઝવવામાં મદદ કરી છે. આઝાદી પછી આર્થિક વૃધ્ધિ સહિતની રાષ્ટ્ર તરીકેની ભારતની પ્રગતિએ પણ આ દિશામાં મદદ કરી છે. આથી મોદીએ શા માટે દરેકને ભાગલાની યાદ અપાવવી જોઇએ એમ વિરોધ પક્ષો પૂછે છે.

ભારતીય જનતાપક્ષ હંમેશા માન આવ્યો છે કે ભારતીય બિન સાંપ્રદાયિકતાનો કહેવાતો પાયો આઝાદી કાળની કત્લેઆમની પીડાને દફનાવી તેના પર બાંધવામાં આવ્યો હતો. ભારતમાં રહેવાનું પસંદ કરી પાકિસ્તાનમાં નહીં જવાનું પસંદ કરનાર મુસલમાનો વતી વાત કરી ભારતીય મુસ્લિમ લીગ જેવા કેટલાક રાજકીય પક્ષોએ દક્ષિણ ભારતમાં પોતાનો પગ મજબૂત કર્યો છે.

આ જે અસદુદીન ઓવૈસીની આગેવાની હેઠળના ઓલ ઇંડિયા મજલિસ એક ઇત્તે હાદુલ મુસલમીન જેવા પક્ષો તેમના નામ અને મુદ્રાલેખમાં મુસલમાનોની વાત કરી બિન સાંપ્રદાયિકતાની વાતો કરે છે અને ભારતીય જનતા પક્ષ પર ‘કોમવાદી’ હોવાનો આક્ષેપ કરે છે. પોતાની રાજ રમત સફળ કરવા માટે ડબેરી પક્ષો અને કોંગ્રેસે પણ ભારતના લોકો માટે ‘વૈકલ્પિક ઇતિહાસ’ રચવાની કોશિષ કરી હતી જેમાં ભાગલાની ભૂતાવળને ઇતિહાસની કચરાપેટીમાં નાંખાવમાં આવી હતી.

ગમે તે હોય, ભારતના ભાગલા ય દરેક ભારતીયને સીધી કે આડકતરી રીતે અસર કરી હતી અને 74 વર્ષ પછી પણ આપણે ત્યાં એવા કરોડો નાગરિકો છે જેઓ એવા લોકોના વંશજ છે જે લોકોએ ભારતના ભાગલા સમયની ભયાનકતા સહેવી પડી હતી અને બહેતર ભવિષ્ય માટે વતન છોડી ભાગી આવવું પડયું હતું. આવડા મોટા કદની કરુણાંતિકાને ધોઇ નહીં નાંખી શકાય. સમય વહેતો ગયો તેમ ભારતીય બિનસાંપ્રદાયિકતાએ વિભાજનની વિભિષિકા સામે મૌન ધારણ કરવાનું પસંદ કર્યું કારણ કે દેખીતી રીતે તે કરુણાંતિકા વિશેવાત કરવાથી ‘કોમી વિખવાદનો ભડકો થાય’ અને ‘મુસ્લિમ સંવેદનાને જફા પહોંચે.’

એક તરફ એવો દાવો કરવામાં આવે છે કે ભારતના મુસલમાનોને ભાગલા સાથે કોઇ લેવાદેવા ન હતી અને બીજી તરફ એવો દાવો કરાય છે કે વિભાજનની ભયાનકતાની વાત કરવાથી કોમી એકતા પર અસર પડશે. ભારતીય જનતાપક્ષ તો કહે છે કે મોદીએ દેશના ભાગલા સમયે આચરાયેલી અકલ્પનીય પાશવી લીલામાં સહન કરનારને અંજલિ આપવાનું જ કામ કર્યું છે અને તેવું કરીને મોદી એ અત્યંત લાંબો સમય સુધી દફનાવાયેલા રહેલા ઇતિહાસના એક પ્રકરણને સંસ્થાકીય સ્વરૂપ આપ્યું છે.

આની ઘણાં લાંબા સમયથી જરૂર હતી પણ કદીય નહીં થાય તેના બદલે મોડે મોડે પણ થાય તે બહેતર છે. કોઇ પણ રાષ્ટ્ર પોતાનો ભૂતકાળ જાણ્યા વગર પોતાને જાણી ન શકે એમાં કોઇ સવાલ નથી અને ભાગલા વખતની ભયાનકતાનો સ્વીકાર કરવો જોઇએ, સાચવી રાખવી જોઇએ, તેનો શોક મનાવવો જોિએ અને તેને યાદ રાખવી જોઇએ. તે સામે એક એવી પણ લાગણી વહેતી થઇ છે કે આ તબક્કે આ દિવસને યાદ રાખી નામ આપવાથી રાષ્ટ્રને આગળ વધવા માટે દ્રષ્ટિ કરવાને બદલે તેના ભયંકર ભૂતકાળ પર દ્રષ્ટિ કરવાને ફરજ પાડે છે.

આ આઘાતજનક ઘટના માત્ર ભારતમાં જ નહીં ત્રણ દેશોમાં અનુભવાઇ હતી તો તે સમગ્ર ઉપખંડમાં આ દિવસ મનાવવાનો પ્રયાસ થયો હોત તો વધુ સારું હતું. 1947ની અવિચારી હિંસાને જ નહીં પણ આ ભાગલાનું સર્જન કરનાર સંસ્થાનવાદી હાથને પણ યાદ કરવાની જરૂર છે. આપણે એક પછી એક પેઢીઓને સંસ્થાનવાદના જોખમોના, આડેધડ નકશા બનાવવાના અને શાસન કરવા માટે ધાર્મિક વિભાજનનાં ભયની પણ કેળવણી આપવી જોઇએ. આથી સામાજિક વિભાજન, વિસંવાદીતાના ઝેરને કાઢવાની દેશને યાદ અપાવવાની જરૂરનો મોદીનો તર્ક આવકાર્ય છે પણ આ પ્રયાસને રોજ વ્યવહારમાં મૂકવો પડશે. વર્ષમાં માત્ર એક દિવસ નહીં અને તેમાં આપણાં રાજકારણ અને શાસનના તમામ પાસાંઓને આવરી લેવા પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top