Gujarat

ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે

ગાંધીનગર: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે (Meteorological Department) માવઠાની (Mawathu) આગાહી (Forecast) કરી છે. રાજ્યના હવામાનમાં 18 એપ્રિલ એટલે કે આજથી મોસમના મિજાજમાં બદલાવ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી અનુસાર આવનારી 20 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ (unseasonal rain) પડવાની શક્યતાઓ છે. મોસમમાં 18 એપ્રિલથી જ જોવા મળશે

હવામાન વિભાગે આગામી 20થી 22 એપ્રિલ સુધીમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેમાં 20 એપ્રિલે પવનની ગતિ 30થી 40 કિમી ઝડપી પ્રતિ કલાકની રહેશે. તેમજ 21 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે. 

ગુજરાત સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. તો કેટલાક શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે. પવનના કારણે કાળઝાળ ગરમીથી થોડીક રાહત મળશે. આ સાથે જ દેશના ન અનેક રાજ્યોમાં પ્રિ-મોનસૂનની શક્યતાઓ પણ જોવા મળશે. હવામાન વિભાગના એક્સપર્ટના કહેવા પ્રમાણે ઉત્તરી રાજસ્થાન અને આસપાસના નીચસા સ્તર વાળા વિસ્તારોમાં ચક્રવાતી હવાઓનુમ એક દબાણ બન્યું છે. જેના કારણે મોસમમાં બદલાવ આવી શકે છે અને કમોસમી વરસાદ પણ વરસી શકે છે.

નવસારીમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન અડધો-અડધો ડિગ્રી ગગડ્યું
નવસારી : નવસારીમાં રવિવારે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન અડધો-અડધો ડિગ્રી ગગડ્યું હતું. નવસારીમાં ગત મંગળવારથી મહત્તમ તાપમાન વધી રહ્યું હતું. જેથી 3 દિવસ અસહ્ય ગરમી પડી હતી. જોકે ગત શુક્રવાથી મહત્તમ તાપમાન ગગડ્યું હતું. જેના કારણે ગરમીથી આંશિક રાહત મળી હતી. પરંતુ ગતરોજ ગરમીનો પારો અડધો ડિગ્રી વધ્યો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન પણ દોઢ ડિગ્રી ગગડ્યું હતું.

રવિવારે મહત્તમ તાપમાન વધુ અડધો ડિગ્રી ગગડ્યું હતું. તેમજ લઘુત્તમ તાપમાન પણ અડધો ડિગ્રી ગગડતા ગરમી સાથે બફારો પણ ઓછો થયો હતો. નવસારીમાં રવિવારે મહત્તમ તાપમાન 0.6 ડિગ્રી ગગડતા 33.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 0.5 ડિગ્રી ગગડતા 22.5 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 55 ટકાએ રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 8.2 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

Most Popular

To Top