આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ રાજકોટમાં મોંઘવારી મુદ્દે ટીપ્પણી કરતા કહ્યું કે જો તેમણે મોંઘવારી પર લગામ ના કસી હોત તો આજે દૂધનો ભાવ લિટરે 300 અને દાળ કિલોના 500 રૂા. હોત આ વાત મા તો બસ એટલુ જ કહી શકાય કે વાહ ભાઈ વાહ પ્રજા પર ભારી ઉપકાર કર્યો અથવા પેલી કહેવત કહી શકાય ‘‘કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના’’એને થોડુ વધારે વિચારીએ તો આપણા રાજકારણીઓની વામીમાં ગર્ભિત ઈશારાઓ રહેલા હોય છે કે ભવિષ્યમાં જે વાત હમણાં કહી છે તેના માટે પ્રજાએ તૈયારી રાખવી રહી અને આપણાં વડાપ્રધાનની તો ગર્ભિત બાબતો સુચવવા માટે ભારી કાબિલેયત ધરાવે જ છે. પ્રજા ક્યાં તેમનાથી અજાણ છે.
નવસારી – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પુરુષ ભોગ્યા સ્ત્રી આજે પણ પોતાને કોમિડીટી સમજે છે
મકસદ સાફ છે પુરુષવર્ગને અનઅપેક્ષિત ઉત્તેજીત કરવા અર્ધનગ્ન વસ્ત્રો પરિધાન કરે છે. સાદાઈ એ હવે ભૂતકાળ બની ગઈ છે. અવૈધય સંબંધ, બાળ વયના સંતાનો પર યૌન શોષણ, સાબિતીને નામશેષ કરવા બાળકીઓને યમસદન પહોંચાડી દેવામાં આવે છે. ફિલ્મો, પોર્નોગ્રાફી ઈન્ટરનેટ અને યુ ટ્યુબ પર બિભત્સતાએ માઝા મૂકી છે. આજનું યૌવન સમય કરતા વધુ પુખ્ત થતુ જાય છે. પહેલા પોતાની જાતને સંવારે, કુદરતી આવેગને ખાળવા એક જ માર્ગ રહ્યો છે. મુસ્લિમ સમાજનો ઉત્તમ દાખલો કદી પગના અંગુઠાને પણ જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. પુરુષોએ જરૂર સુધરવું જોઈએ પણ સ્ત્રીઓ સ્વતંત્રતાને નામે એવા પુરુષોને ઉશ્કેરે નહીં તે જરૂરી છે.
રાંદેર – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.