SURAT

સપ્તાહમાં બીજી વાર સુરત આરટીઓમાં વાહનચાલકે ટેસ્ટ ડ્રાઇવ વખતે કાર અથડાવી

સુરત: પાલ સ્થિત સુરત આરટીઓમાં પાકા લાઇસન્સની ટેસ્ટ ડ્રાઇવ માટે આવતા વાહનચાલકો કચેરીમાં જ કાર અથડાવતા હોવાના બનાવો બની રહ્યા છે. ગયા સપ્તાહે 4 ઓગસ્ટના રોજ આરટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ આપવા આવેલા વાહનચાલકે ટેસ્ટ ટ્રેકમાં કાર લઇ જવાને બદલે એક્સિલેટર જોરમાં દાબી દેતાં કાર ટેસ્ટ ટ્રેકમાં જવાને બદલે પાર્કિંગ એરિયામાં ઊભેલી લક્ઝુરિયર્સ ઓડી કાર સાથે અથડાતા ઓડી કારને દોઢેક લાખ જેટલું નુકસાન થયું હતું. જ્યારે અલ્ટો કારનું બોનેટ ઊડી ગયું હતું.

આ ઘટનાને થોડાક દિવસ જ થયા છે ને આજે એક વાહનચાલક વેગનઆર કાર નં.(GJ5CR-4185) લઇ ટેસ્ટ ટ્રેકમાં પાક લાઇસન્સ માટેની ટેસ્ટ માટે પહોંચ્યો હતો.આ અરજદારે પણ પૂરતી પ્રેક્ટિસ કર્યા વિના ચાલુ કારના ગિયરને પકડી એક્સેલેટર ફુલ દાબી દેતાં કાર ટ્રેસ્ટ ટ્રેકનો રાઉન્ડ લેવાને બદલે સીધી લીમડાના ઝાડ સાથે અથડાતાં કારના બોનેટ સાઇટનો ભુક્કો બોલી ગયો હતો. સદનસીબે ટેસ્ટ ડ્રાઇવ લેનારા ઇન્સ્પેક્ટરો દૂર ઊભા હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો. કાર લીમડાના ઝાડ સાથે અથડાવનાર અરજદારને ઓટો સેન્સરમાં નાપાસ કરી દેવાયો હતો.

Most Popular

To Top