જેમ રામમંદિર માટે જ વર્ષો પહેલાં દેશના ઘરેઘરથી ઇંટ ઉઘરાવેલી તેમ અત્યારે એ જ રામમંદિર સાકાર કરવા ઘરેઘરથી ધન ઉઘરાવવામાં આવે છે. પેલી ઇંટોનું શું થયું તે ખબર નથી અને આ ઘરેઘરથી ઉઘરાવાતા ધન વિશે પણ સવાલો તો થવા જ જોઇએ. દેશની ૧૩૫ કરોડની પ્રજા જો એક એક રૂપિયો આપે તો પણ ૧૩૫ કરોડ ભેગા થઇ જાય.
રામમંદિર બની રહ્યું છે એવી ભાવના જગાડવા માટે નાણાં ઉઘરાવાતા હોય એ એક વાત થઇ, પણ આ નાણાંનો આખરી હિસાબ કોણ રાખે છે? ને સરકારે સ્વયં મંદિર બનાવવા તૈયારી દેખાડી છે તો પછી આ નાણાંનું શું કામ?
રામમંદિરના નામે મત મંગાયા, હવે પૈસા મંગાય છે. સરકાર ભાજપની છે એટલે માગવા આવનારા પણ જાણે સરકારના પ્રતિનિધિની જેમ વર્તે છે અને આપોઆપ એક દબાણ ઊભું થાય છે. દરેક મોટી સંસ્થાઓ પણ એ રીતે લાખો રૂપિયા ઉઘરાવી દાન કરી રહી છે. આ બધા જ નાણાંના જાહેર હિસાબ શકય બનશે?
સુરત – દિલીપ ઠકકર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.