Madhya Gujarat

મનકામેશ્વર મહાદેવ મંદિરમાં પ્રથમ વખત અષ્ટગંધ દ્રવ્ય પૂજન કરાયું

ખેડા: ખેડા નજીક આવેલ વર્ષો પુરાણા શ્રી મનકામેશ્વર મહાદેવ મંદિરમાં રામનાથ બાપુ-આદેશની પ્રેરણાથી સૌ પ્રથમ વખત મહાદેવના ટ્રસ્ટી અને શિવભક્તોના સહયોગથી ખુબ સુંદર પાર્થશ્વર બનાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ પૂજન શરુ કરવામાં આવ્યું હતું. સવારે 11 કલાકથી શરૂઆત થઈને સાંજે 7.30 કલાકે પુર્ણાહુતી થઈ હતી. મંદિરમાં સવારે 11 થી 12 શિવોના ગુણોનું પૂજન, 12 થી 3 દ્રવ્ય અભિષેક, 3 થી 6 શિવજીને શૃંગાર કરવામાં આવ્યો હતો. અંતમાં ફૂલ મંડળી અને આરતી શિવભક્તો દ્વારા કરવામાં આવી હતી. પાર્થેશ્વર અષ્ટગંધ દ્રવ્ય ગંધ પૂજનમાં 40 લીટર દૂધ, 20 કિલો દહીં, 5 કિલો ગાયનું ઘી, 20 લીટર ગંગાજળ, 20 લીટર શેરડીનો રસ, 20 લીટર શાકરનું પાણી, 20 લીટર લીલા નાળિયેરનું પાણી, દોઢ તોલો કેસરનો રસ, ભાંગ, બીલીફળના રસની સાથે તમામ ફ્રૂટના રસથી અભિષેક કરવામાં આવ્યો હતો. શ્રી પાર્થેશ્વર અને શ્રી મનકામેશ્વર મહાદેવને સુંદર શ્રુંગાર કરવામાં આવ્યો હતો. જે બાદ 1100 બીલીપત્ર, 1100 કમળ, 5 કિલો ચોખા અને કાળા તલથી પૂજન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top