ભુતકાળમાં જાપાન પર પરમાણું બોમ્બ ફેકવામાં આવ્યો હતો અને આથી બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનનો પરાજય થયો હતો. છતાં પણ પોતાની સંકલ્પ શક્તિ અને યુવાનોની તાકાતને લઈને થોડા સમયમાં જ જલ્દી વિકાસ પામી શક્યું હતું એટલે યુવા શક્તિ જો ધારે તો આપણે માની ન શકીએ એવું પરિવર્તન લાવી શકે છે. જાપાનની સરખામણીમાં આપણે ઘણા નસીબદાર છીએ કે આપણો સમૃધ્ધ અને ગૌરવ આપનાર મહાપુરૂષો પણ છે. કોઈકે સવાલ પૂછયો કે તમારા ભારત દેશમાં, મોટી શક્તિ કંઈ ? તેમાં 61 ટકાએ કહ્યું હતું કે યુવાશક્તિ ભારત દેશમાં યુવાનોને યોગ્ય તક નથી મળતી તેનાં ઘણા કારણો છે. આપણી શિક્ષણ પધ્ધતિ વિદ્યાર્થીઓ ને માત્ર નોકરીઆતો બનાવી દે છે.
આપણે રૂચી પ્રમાણે શિક્ષણ મેળવવાની તક આપવી જોઈએ. હવે સરકારે વિચારવાનો સમય આવી ગયો છે કે તેમને ગોખણીયા અભ્યાસક્રમને બદલે, વ્યાવસાયિક તેમજ કૌશલ્યનો વિકાસ થાય તેવું શિક્ષણ પ્રદાન થવું જોઈએ. એમ કહેવાય છે કે ચીનમાં સાક્ષરતાનું પ્રમાણ 63 ટકા છે. 93 ટકા લોકો સાક્ષર છે. ચીનમાં છ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગમાં સ્નાતક છે. જ્યારે આપણે ત્યાં 20 ટકા છે. આપણે ત્યાં શિક્ષણની ગુણવત્તા ઓછી છે. પ્રાથમિક શાળાઓ થી લઈ ને કોલેજ સુધીની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસની ગુણવત્તા સુધારવાની સાથે સાથે પાયાની સુવિદ્યાઓ પણ ધીરે ધીરે સુધારવી પડશે. દેશના વિકાસ માટે યુવાનોની ભૂમિકા ઘણી મહત્વની છે. શું આવા પ્રશ્નો માટે આપણી સરકાર યોગ્ય પગલા લેશે?
લોસએજલ્સ (અમેરિકા)- પ્રવીણભાઈ દીક્ષિત-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આ સરકાર લોકોની છે ખરી?
મોદીએ સત્તાપર ચાલુ રરહેવા જાતજાતના નિર્ણયો લેવા માંડયા. પણ જનતાની આવકો વધે, શિક્ષણ વઘે, સ્વાસ્થય વધે, જનતાની બુધ્ધિશક્તિ વધે એવા કોઈ પગલાં ભર્યા નથી. વડોદરાના રાજા ગાયકવાડે જનતાની બુધ્ધિશક્તિ વધે તે માટે ગામે-ગામ નિશાળ વાંચનાલયો ટેલિફોનો, ચોરા બનાવ્યા. વર્તમાન સરકારને આદિવાસી વિસ્તારોની નિશાળો બંધ કરાવી. હનુમાનના મંદિરોને ઉત્તેજન આપ્યું. પૂતળા બનાવ્યા. શું તેનાથી ખેતી, ઉદ્યોગોનું ઉત્પાદન વધશે ? આજે આપણી વેપારખાધ,ક ચીનની સાથે ભયંકર હદે ઊંચી થતી ગઈ છે.
આ સરકારને જનતાને ઊંચે લાવવામાં કોઈ રસ જ નથી. માત્ર ચુંટણીઓ જીતવી સીટ આવી હોય છતાં પૈસા – સત્તાની ઉથલપાથલ બ્લેકમેલ ધાકધમકી, ઈવીએમમાં ઘાલમેલ કરી સરકારો બનાવવામાં અને વિપક્ષની સરકારો ભ્રષ્ટાચાર આચરી ધારાસભ્યોને ફોડી તેવી સરકારો ગબડાવવામાં અને ભાજપને સત્તા પર બેસાડવામાં જ રસ છે. પોતે 7000 કરોડવાળા વિમાનમાં ફર્યા કરે છે.
કોઈવાર ગુફામાં બેસી જઈ સત્યાસી બન્યાનું કે મંદિરોમાં જઈ કિંમતી વસ્ત્રો પહેરી ફોટા પડાવવા અને હવે તો ઢોલ વગાડવામાં જ તેના જીવનનું ધ્યેય હોય એમ લાગે છે. સરકારી કંપનીઓ, એરપોર્ટો પોતાના મિત્રને મફતના ભાવમાં વેચ્યાની ડંફાસ મારવાનું હજી ચાલું કર્યુ નથી ! વિપક્ષના નેતાઓને ઈડીની કચેરીમાં બોલાવી કલાકો સુધી તેમની પુછપરછ નહીં, મેસ્મેરીજન થતું લાગે છે, અને સાક્ષીઓ, આરોપીઓને ધમકાવી વિપક્ષના નેતાઓને, સંડોવતા કાગળો પર સહી કરાવવામાં ટી.વી. ચેનલો તેના મિત્રોએ ખરીદી લીધી છે, છતાં વડાપ્રધાનની ઈજ્જતના શેરના ભાવ અદાણીના શેરના ભાવની જેમ ગગડી રહ્યા છે.
સુરત – ભરત પંડયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.