આજે લગ્ન પ્રસંગો, જાહેર કાર્યક્રમો પછી થતાં જમણવાર, યાત્રા-પ્રવાસમાં થતાં જમણવારોમાં ભોજનની થાળીમાં લોકો ભૂખથી વધારે પીરસાવી થાળીમાં એંઠુ છોડી અન્નનો બગાડ કરતાં જોવા મળે છે. આજે કેટલાય લોકોને બે ટંકનું ખાવાનું મેળવવાના ફાંફા છે ત્યારે આવો બગાડ અટકાવવો જોઈએ. ઘરમાં ગૃહિણી માપથી રસોઈ બનાવી વધ્યું ઘટયું- કામ કરવા આવતી બહેનોને આપી અન્નનો યોગ્ય ઉપયોગ કરી શકે. આમ, ચેરિટી બિગીન્સ એટ હોમ. સામુહિક ધોરણે થતો અન્નનો બગાડ અટકાવવા પહેલાં સૂચના અપાવી જોઈએ કે જેની થાળીમાં અન્નનો બગાડ હશે એની પાસે દંડ લેવામાં આવશે. બાદમાં એંઠી થાળી જયાં મૂકાતી હોય ત્યાં ચેક કરવા વ્યકિત ઊભી રાખી જેની થાળીમાં એંઠુ હોય તેની પાસે નોમિનલ દંડ લેવાવો જોઈએ. આ પ્રયોગ ઘણાં ટૂર આયોજકો કરે છે અને સફળ રહ્યો છે અને હવે તો કેટરીંગવાળાઓને ઓછું પીરસવાની સૂચના જ હોય છે. હવે તો મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે આ દિશામાં સૌ એ પહેલ કરવી પડશે.
સુરત – વૈશાલી જી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.