હમણાં – હમણાં સુરતના એફ.એમ. રેડિયો ઉપર અવિરત સરકારી જાહેરાતો પ્રસારિત થતી રહે છે. મુંબઇથી પ્રસારિત થતા વિવિધભારતીના ગીત-સંગીતના મનોરંજનના કાર્યક્રમોના પ્રસારણને અટકાવીને, વચ્ચે સતત, એકધારી અને લાંબી લચક સરકારી જાહેરાતો, હવે તો સહન થાય નહિ એ હદે ‘અપસી’ ગઇ છે. એકની એક જાહેરાતો, ઉપરા-ઉપરી, બ્રેક વગર પ્રસારિત થતી હોય ત્યારે કયા રેડિયો પ્રેમીને, રેડિયો સાંભળવાનું ચાલુ રાખવાનું મન થાય?! આમ જોઇએ તો રેડિયો એ, લોકોના મનોરંજનનું એક સાદુ અને સરળ ઉપકરણ છે. હા, કયાંક જાહેરાતો પણ પ્રસારિત કરી શકાય. પણ એ જાહેરાતો, ગીતોના પ્રોગ્રામ અટકાવીને એક ધારી રીતે સાંભળનારાઓના કાને ઝીંકાયા કરે તે તો કોને ગમે ભઇલા?! કોઇપણ બાબતોનો અતિરેક સારો ના નિવડી શકે. એમ રેડિયો ઉપરની જાહેરાતોનો અતિરેક પણ રેડિયો પ્રેમીઓને, ‘માથાના ઘા’ જેવો ‘અકારો’ લાગે, એ શું સારી બાબત ગણી શકાય ખરી?!
સુરત – બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
એફ.એમ. ઉપર જાહેરાતોની બોમ્બ વર્ષા
By
Posted on