ગાંધીનગર : તાજેતરમાં પૂરથી (Flood) પ્રભાવિત થયેલા છોટાઉદેપુર, પંચમહાલ અને નર્મદા જિલ્લાની આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે મુલાકાત લઈને ખેડૂતોની (Farmer) રજુઆતો સાંભળી હતી. એટલું જ નહીં ખેતીને થયેલા નુકસાન અંગે સર્વે ચાલી રહ્યો છે, તે પછી ત્વરીત સહાય ચૂકવાશે, તેમ જણાવ્યુ હતું.
રાજ્યમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં થયેલા નુકસાન સંદર્ભે કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ત્રણ જિલ્લાનો પ્રવાસ કરીને તે વિસ્તારના ખેડૂતો સાથે તેમના પ્રશ્નો સાંભળીને સંવાદ કર્યો હતો. પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સર્વે પૂર્ણ થયા બાદ સહાય ચૂકવશે એવો વિશ્વાસ અસરગ્રસ્તોને આપ્યો હતો. કૃષિ મંત્રીએ છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલમાં પડેલા ભારે વરસાદના કારણે થયેલા નુકશાન અંગેના સર્વેની અને ચુકવણા અગે કલેક્ટર કચેરીમાં કલેક્ટર, ડી.ડી.ઓ., એસ.પી., અને અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજી હતી, પટેલે બેઠકમાં ખેતીનો સર્વે પણ ટુંક સમયમાં પૂર્ણ કરવાની પણ સંબંધિતોને સુચના આપી હતી.