ઘણા દિવસોના વાવાઝોડાને પગલે અમેરિકાના કેન્ટકી સ્ટેટમાં આવેલો કેન્ટકી ડેમ તૂટી પડે એવી સંભાવનાઓને લીધે વહીવટ તંત્ર દ્વારા અહીંથી હજારો લોકોને ઘરમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ લઇ જવામાં આવ્યા છે.
બ્રેથિટ કાઉન્ટીના ઇમરજન્સી મેનેજમેન્ટે લેક્સિંગ્ટનના દક્ષિણપૂર્વ, કેન્ટકીના જેકસનના પેનબોલ તળાવ નજીક લેકસાઇડ અને બ્રુઅર્સ ટ્રેલર કોર્ટ વિસ્તારોમાં રહેતા લોકો માટે ફરજિયાત સ્થળાંતર જારી કર્યું હતું. નેશનલ વેધર સર્વિસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, કેન્ટકી હાઇવે 15, કે જે ડેમની ટોચ પર બેઝ છે તેના ઉપરથી પૂરનાં પાણી વહી શકે છે.
બે રાજ્ય નિરીક્ષકો નિષ્ફળતાના અહેવાલો પછી મંગળવારે સાંજે પેનબોલ તળાવ ખાતે ડેમની તપાસ કરી રહ્યા હોવાનું જણાવાયું છે. તળાવના કેચમેન્ટમાં રહેતા લગભગ 1000 લોકોની સાથે એક હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ પણ ખાલી કરાવવામાં આવ્યા છે. પૂર્વી કેન્ટકીના ઘણાં કાઉન્ટીઝમાં પૂરની સ્થિતિ છે. એક અધિકારીએ કહ્યું કે 1957 બાદ પૂરની આ સૌથી ભીષણ સ્થિતિ છે.