વીરપુર તા.13
મહિસાગર ડીવાયએસપી પી.એસ. વળવીના માર્ગદર્શન હેઠળ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઇ હતી. વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વીરપુર ટાઉન તથા આજુબાજુના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા એક ફલેગમાર્ચનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીવાયએસપી પી.એસ.વળવી, ડીવાયએસપી જે.જી.ચાવડા, ડીવાયએસપી તપન ડોડીયા, વિરપુર પીએસઆઈ શકિતસિંહ ઝાલા, જીલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ, વિરપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તથા જીલ્લાના અન્ય પોલીસ સ્ટેશનના અને વિવિધ શાખાના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ સલામતીના પગલાની પહેલના કારણે નાગરિકોમાં તહેવારો દરમ્યાન સુરક્ષાની ભાવના મજબૂત થઈ હોય તેવું ફ્લેગ માર્ચ દરમિયાન લાગી રહ્યું હતું.
વીરપુર પાેલીસ દ્વારા ફ્લેગ માર્ચ યાેજાઈ
By
Posted on