SURAT

સુરત: ભંગારમાંથી ઊંચકેલી બોટલની અંદરથી એવી વસ્તુ નીકળી કે બધા બેભાન થઈ ગયા

સુરત : પાંડેસરાના ગણેશ નગરની એક સોસાયટીમાં ભંગારમાંથી લાવેલા બોટલની નોઝલ તોડતા જ ક્લોરીન ગેસ લિકેજ થતાં 5 જણા ગુગળાઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તમામ પાંચ અસરગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ ખસેડાયા છે. હાલ સ્થળ પર ફાયર વિભાગની ટીમ સર્ચ કામગીરી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાને નજરે જોનાર હરિશચંદ્રએ જણાવ્યું હતું કે ઘટના 2:10 મિનિટે બની હતી. ભંગારમાંથી એક બોટલ લાવ્યા હતા. તે બોટલને તોડતા તેમાંથી ગેસ લીકેજ થયો હતો અને રૂમમાં ફેલાઈ ગયો હતો. ગેસના લીધે 5 જણા બેભાન થઈ ગયા હતા. જોકે તાત્કાલિક પાડોશીઓ દોડી આવતા 108ની મદદથી તમામને સિવિલ લઈ જવાયા હતા. અસરગ્રસ્તોમાં ગોરેલાલ, ઉમાશંકર, કૃષ્ણકાંત સહિત અન્ય 2 જણા હાલ સારવાર હેઠળ છે. તમામ સંચાના કારીગર હોવાનું અને ભાડાના મકાનમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર ઓફિસર હિતેશ પાટીલે જણાવ્યું હતું કે વડોદગામ તિરૂપતિ સર્કલ પાસેના ગોપાલનગરમાં ઘટના બની હતી. ગેસ લિકેજને કારણે 5 જણા ગુંગળાઈ ગયા હોવાનો કોલ મળ્યો હતો. ત્યાર બાદ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે ફાયરની મદદ મળે એ પહેલાં જ સ્થાનિકો 108ની મદદથી તમામ ને સારવાર માટે સિવિલ લઈ ગયા છે. ફાયરની એક ટીમ સિવિલ મોકલવામાં આવી છે. ભંગારમાંથી લવાયેલી બોટલ તોડતા નીકળેલા ગેસ લીકેજને કારણે શ્રમિકો ગુંગળાયા હોવાનું જાણવા મળ્યું છે.

અસરગ્રસ્તોના નામ

  • યશ શિવપૂજન નિશાદ (1 વર્ષ)
  • ગાયત્રીબેન શિવપૂજન નિશાદ (20 વર્ષ)
  • શિવપૂજન કેશરાજ નિશાદ (30 વર્ષ)
  • ગોરેલાલ કેશરાજ નિશાદ (28 વર્ષ)
  • કૃષ્ણકાંત નિશાદ (32 વર્ષ)
  • ઉમાશંકર નિશાદ (32 વર્ષ)
  • રાહુલ આલમ દેવ (32 વર્ષ)

Most Popular

To Top