સુરત(Surat): મુંબઈમાં (Mumbai) વિલે પાર્લે-અંધેરી રેલવે સ્ટેશન (Railway Station) વચ્ચે આરઓબીના (ROB) લોંચિંગ માટે પશ્ચિમ રેલવેએ (WesternRailway) 2-3 ડિસેમ્બરની રાત્રે 00.45 થી 04.45 સુધીનો બ્લોક (Block) લીધો છે. તેના કારણે લાંબા અંતરની પાંચ ટ્રેનો મોડી પડશે.
રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લોકના કારણે ટ્રેન નંબર 19038 બરૌની-બાંદ્રા અવધ એક્સપ્રેસ બોરીવલી સુધી જ દોડશે. ટ્રેન નંબર 09184 બનારસ-મુંબઈ વિકલી સ્પેશિયલ એક્સપ્રેસ સુરતથી વિરાર વચ્ચે 60 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 09052 ભુસાવલ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ સુરત-વિરાર વચ્ચે 30 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 22946 ઓેખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેલ ગોરેગાંવ ખાતે 40 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 22904 ભુજ-બાંદ્રા એસી એક્સપ્રેસ વિરાર-અંધેરી વચ્ચે 15 મિનિટ મોડી પડશે.
બાંદ્રા-ભાનવગર સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં 8મી ડિસેમ્બરથી ફેરબદલ
સુરત: ટ્રેન નં.09207 બાંદ્રા-ભાનવગર સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં 8મી ડિસેમ્બરથી ફેરબદલ કરવામાં આવ્યો છે.
રેલવેનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન નં.09207 બાંદ્રા-ભાનવગર સ્પેશિયલ એક્સપ્રેસ બાંદ્રાથી 9.15 મિનિટના સ્થાને 9.30 વાગે રવાના થશે. આ ટ્રેન બોરીવલી રેલવે સ્ટેશન પર 10.04 વાગે આવીને 10.07 વાગે રવાના થશે. વાપી સ્ટેશન પર 12.20 વાગે આવીને 12.22 વાગે રવાના થશે. સુરત સ્ટેશન પર 14 વાગે આવીને 14.05 વાગે રવાના થશે. અન્ય સ્ટેશનો પર તેના સમયમાં કોઈ ફેરબદલ નથી કરાયો.
ડુંગરી રેલવે સ્ટેશન પાસે સિગ્નલ ફેલ થતા રેલ વ્યવહારને અસર
વલસાડ : વલસાડના ડુંગરી રેલવે સ્ટેશન નજીક સિગ્નલ પોઇન્ટ ફેલ થતા રેલ વ્યવહારને અસર થઇ હતી. જેને પગલે ડુંગરીનું રેલવે વિભાગ દોડતું થયું હતું. ડુંગરી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર સહિતના અધિકારીઓએ મેન્યુલી સિગ્નલ ઓપરેટ કરીને ટ્રેનોને કાર્યરત રાખવાનો પ્રયાસ કર્યો હતો. ડુંગરી સ્ટેશન પર રેલવે લાઈનમાં સિગ્નલનો પોઇન્ટ ફેલિયર થતા મુંબઈ અમદાવાદ મુંબઈ રેલ વ્યવહાર પર અસર થતા કલાક સુધી ટ્રેનને ડુંગરી સ્ટેશન પર રોકવામાં આવી હતી. જેની જાણ રેલવે તંત્રને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી મેન્યુલી સિગ્નલ ઓપરેટ કરી રેલ વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.