Vadodara

પહેલાં પિતા પર છરાથી ઘા કર્યા, છોડાવતા પુત્ર પર હુમલો

વડોદરા: છાણી જકાત નાકાક ટીપી 13 વિસ્તારમાં દુકાનમાં ખરીદી કરવા આવેલા બે શખ્સોએ પિતા અને પુત્ર પર છરછરાના ઘા કર્યા હતા. જેમાં બંનેને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. બંને હુમલાખોરની ધરપકડ કર્યા બાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. છાણી જકાન નાકા ગણેશ ચોકડી પાસે મહર્ષી શોપિંગ સેન્ટરના ઉપરના માળે રહેતા મયંકભાઇ રાજેશભાઇ સોલંકી (ઉં.વ.23) ફાયનાન્સનો ધંધો કરે છે. શનિવારે પિતા રાજેશભાઇ દુકાનમાં હતા. તે દરમિયાન બે શખ્સો લક્ષ્મણસિંહ થાવરજી ગરાસીયા (રહે,102 ધનલક્ષ્મી એવન્યુ ગણપતી ચોકડી પાસે છાણી) તથા જયંતીભાઇ રામજીભાઇ કોન્ટ્રાક્ટર (રહે. સમા વડોદરા ) બંને જણા દુકાનમાં ખરીદી કરવા માટે આવ્યા હતા.

તેઓ યુવકના પિતા સાથે ઝઘડો કરી ગાળાગાળી કરતા હતા. જેથી પિતાએ ગાળો બોલવાની ના પાડતા લક્ષ્મણ ગરાસીયાએ તિક્ષ્ણ હથિયાર કાઢીને તેમના પર જીવલેણ ઘા કર્યો હતો. જેથી પિતાને પુત્ર મયંક છોડાવવા વચ્ચે પડતા જયંતિ કોન્ટ્રાક્ટરે યુવકને ફેટો તથા લાતો મારી ગડદાપાટુનો મારી તેના પર છરાથી હુમલો કર્યો હતો. જેની ફતેગંજ પોલીસ પોલીસે બંનેને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને હુમલાખોરો ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પિતા પુત્ર પર હિંસક હુમલો કરવાનો સીસીટીવી કેમેરમાં કેદ થયા વીડિયો મંગળવારે વાઇરલ થયો હતો.

Most Popular

To Top