Gujarat

VIDEO: અમદાવાદ મેટ્રો ટ્રેનની પહેલી ઝલક, અન્ડરગ્રાઉન્ડ ટનલનો જુઓ અદ્દભૂત નજારો

અમદાવાદ: અમદાવાદીઓ (Ahmadabad) માટે 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મેટ્રો ટ્રેનના (Metro Train) ફેઝ 1ની શરૂઆત કરાવશે. પીએમ મોદીના હાથે પૂર્વ અને પશ્ચિમના છેડાને જોડતા થલતેજથી વસ્ત્રાલયના રૂટ પર મેટ્રોનનું ઉદ્દઘાટન થવાનું છે. પીએમ મોદીના આગમન પહેલા મેટ્રો ઉદ્દઘાટનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સાથે જ મેટ્રો ટ્રેનનાં સ્ટેશન પણ તૈયાર થઈ ગયાં છે.

અમદાવાદમાં શરૂ થનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પ્રશ્ચિમ તેમજ ઉત્તર તથા દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. તમને જણાવી દઈએ કે ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ ફેઝમાં . પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે. જ્યારે ત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે.

અન્ડરગ્રાઉન્ડ ટનલમાંથી પણ જશે અને નદીની ઉપરથી પણ પસાર થશે
અમદાવાદીઓને નવરાત્રીમાં મેટ્રો ટ્રેનની ભેટ મળી રહી છે. 21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે. અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. 21 કિલોમીટરનું આ સફર મુસાફરો માટે ખાસ હશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટરનો રન પૂરો કરશે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો 30 મિનિટ થાય છે, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે.

બીજા તબક્કામાં મેટ્રો ગાંધીનગર પહોંચશે
રાજ્યના પાટનગર ગાંધીનગરને મેટ્રોના બીજા તબક્કામાં અમદાવાદ સાથે જોડવામાં આવશે. તે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું વિસ્તરણ હશે. આ તબક્કામાં બે કોરિડોર છે જેમાં 22.8 કિલોમીટરનો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ છે જેમાં 20 સ્ટેશન છે. જ્યારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU)થી ગિફ્ટ સિટીનો 5.4 કિલોમીટરનો રૂટ રહેશે જેમાં 2 સ્ટેશન છે. કુલ 28.26 કિલોમીટરના આ સમગ્ર રૂટ એલિવેટેડ રહેશે.

5થી 25 રૂપિયા સુધીની ટિકીટ
બન્ને કોરિડોરમાં ટિકિનો દર અલગ અલગ સ્ટેશન માટે રૂા. 5થી 25ની વચ્ચે રહેશે. સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે. તે સિવાય નેશનલ બિલ્ડિંગ કોડ (NBC)ની માર્ગદર્શિકા અનુસાર ટેક્ટાઇલ (સ્પર્શેન્દ્રિય) રસ્તો, ઓછી ઉંચાઇ વાળા ટિકિટ કાઉન્ટર, લિફ્ટમાં બ્રેલ કોલ બટન અને હેન્ડરેલ તેમજ રેસ્ટરૂમની સુવિધા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ વોશરૂમ, વિશેષ ક્રૂની સુવિધા આપવામાં આવી છે. બધા સ્ટેશન સીસીટીવી કેમેરાની દેખરેખમાં રહેશે તેમજ એસઆરપીએફ અને ખાનગી સુરક્ષા સ્ટાફ તહેનાત રહેશે.

Most Popular

To Top