કેરળ: ટ્રાન્સજેન્ડર પુરુષ દ્વારા બાળકને જન્મ આપવાની દેશમાં પહેલી ઘટના કેરળમાં બની છે. અહીં ટ્રાન્સજેન્ડર કપલે સિઝેરીયનથી બાળકને જન્મ આપ્યો છે. બુધવારે સવારે કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સિઝેરીયનથી બાળકનો જન્મ થયો છે. ટ્રાન્સજેન્ડર કપલે બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ તે વાયરલ થયો છે. ટ્રાન્સજેન્ડર કપલમાંથી એક ઝિયા પવલે પોસ્ટમાં લખ્યું કે બાળક અને જન્મ આપનાર તેની ટ્રાન્સજેન્ડર પાર્ટનર ઝાહદ બંને સ્વસ્થ છે. જોકે, કપલે નવજાત શિશુના લિંગની ઓળખ જાહેર કરી નથી.
ટ્રાન્સજેન્ડર કપલ પૈકીની એક ઝિયા પવલે બાળકના ફોટો સાથે આ ગુડ ન્યૂઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં નવજાત શિશુના નાના હાથ જોઈ શકાય છે. પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, માશાઅલ્લાહ, જે સમયની રાહ જોતા હતા તે આખરે આવ્યો. આજે (તા. 8-2-2023) બુધવારની સવારે 9.37 કલાકે અમારું સપનું પુરું થયું. 2.920 કિ.ગ્રા. વજન . ધરતી પર શ્વાસો અને આંખોમાં ક્યારેય ખીલેલા પ્રકાશ સાથે… આનંદના આંસુમાં વહી ગયા… અન્ય કોઈ મુશ્કેલી વિના દેવદૂતોના હાથમાં સલામત. ઘણા લોકોની પ્રાર્થનાનું મીઠું પરિણામ મળ્યું… મારી પડખે ઉભા રહેલા તમામ લોકોનો આભાર..
કેરળના (Kerala) કોઝિકોડમાં રહેતા ટ્રાન્સજેન્ડર કપલના (Transgender Couple) ઘરે નાના મહેમાનની એન્ટ્રી થઈ છે. ટ્રાન્સજેન્ડર કપલ જિયા પાવલ (21) અને જહાદ (23)નું ઘર ખુશીઓથી ભરાઈ ગયું છે. જિયા પાવલ એક ડાન્સર છે તે એક પુરુષ તરીકે જન્મયો હતો. અને ત્યાર બાદ એક મહિલામાં બદલાઈ ગઈ હતી. જ્યારે જહાદ એક મહિલા તરીકે જન્મી હતી અને ત્યાર બાદ તે પુરુષ બની ગયો હતો. જહાદે ગર્ભવતી બનવા માટે પોતાના ટ્રાન્ઝીક્શનની પ્રોસેસને બંધ કરી દીધી હતી.
ક્લાસિકલ ડાન્સ ટીચર જિયા પાવલે કહ્યું કે, અમને એક બાળક જોઈતું હતું, જેથી આ દુનિયામાં અમારા દિવસોની ગણતરીના હોવાથી આગળની જિંદગી માટે અમે કંઈક સોંપતા જઈએ. જિયાએ કહ્યું કે ટ્રાન્સ મેન અને ટ્રાન્સ વુમન બનવાની અમારી સફર ચાલુ રહેશે. હું ટ્રાન્સ વુમન બનવા માટે હજી પણ હોર્મોન ટ્રીટમેન્ટ પર છું. ડિલિવરી પછી છ મહિના અથવા એક વર્ષ પછી, જહાદ ટ્રાન્સ મેન બનવા માટે ફરીથી સારવાર શરૂ કરશે.