ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અલાહાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ (Student) તેમજ સુરક્ષાકર્મીઓ વચ્ચે ઝધડો થયો હતો. આ ઝધડા પછી સુરક્ષાકર્મીઓ દ્વારા આડેધડ ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું હતું. આ ગોળીબારમાં ઘણાં વિદ્યાર્થીઓ ઘાયલ (Injured) થયાની જાણકારી મળી આવી છે. આ ગોળીબારમાં છાત્ર સંગઠનના નેતા વિવેકાનંદ પાઠકનું માથું ફાટી ગયું હતું. વિદ્યાર્થીઓએ આરોપ મૂકયો છે કે સુરક્ષાકર્મીઓએ તેઓના ઉપર ધણાં રાઉન્ડ ફાયરિંગના કર્યા હતાં. જો કે આ પછી વિદ્યાર્થીઓ પણ શાંત ન બેસતા તેઓએ પણ પરિસરમાં સ્થિત વાહનોને આગ ચાંપી હતી તેમજ પથ્થરમારો કર્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટનાની જાણ થતાં જ ધટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ (Police) કર્મીઓ મામલાને થાળે પાડવાની કોશિશ કરી રહ્યાં છે.
શું છે સમગ્ર મામલો?
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પૂર્વ છાત્રસંગઠનના નેતા વિવેકાનંદ પાઠક યુનિવર્સિટીના પરિસરમાં આવેલી બેંકમાં કંઈક કારણોસર કામ માટે માટે આવ્યાં હતાં. આ સમય દરમ્યાન સુરક્ષાકર્મીઓએ ગેટ ખોલવાની મનાઈ કરી દીધી હતીં. જેના કારણે તેઓ વચ્ચે નાનો ઝધડો થયો હતો. આ ઝધડાએ થોડાવાર પછી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઝધડો એટલો વધી ગયો હતો કે યુનિવર્સિટિના 200થી વધુ ગાર્ડોએ ગેટો બંધ કરી દીધા હતા તેમજ વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવાનું શરૂ કર્યું હતું. આ ધટનામાં ધણાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા તેમજ તેઓએ ગુસ્સામાં આવી યુનિવર્સિટીના પરિસરમાં તોડફોડ શરૂ કરૂ હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ગુસ્સામાં આવી ગાડીઓને આગ ચાંપી દીધી હતી તેમજ પથ્થરમારો કર્યો હતો.
હાલ આ ઝધડાને શાંત પાડવા માટે ડીએમ સંજય ખત્રી પોતાની સેના સાથે યુનિવર્સિટીના પરિસરમાં પહોંચ્યા છે. આ ઉપરાંત પોલીસ પણ આ ધટનાને શાંત કરવાના તમામ પ્રયાસો કરી રહી છે. જાણકારી મળી આવી છે કે પોલીસ કમિશનર સુમિત શર્માએ સમગ્ર ધટનાનો મોર્ચો પોતાના સિરે લીધો છે.