World

અમેરિકાના ઇન્ડીયાનામાં એક બ્લોક પાર્ટીમાં ફાયરિંગ, 3ના મોત

અમેરિકાના ઇન્ડીયાનાના ગૈરીમાં એક પાર્ટીમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મંગળવારે વહેલી સવારે અમેરિકાના ઇન્ડીયાનાના ગૈરીમાં એક બ્લોક પાર્ટીમાં સામૂહિક ગોળીબારમાં ત્રણ લોકો માર્યા ગયા હતા.આ ગોળીબારમાં દસ લોકોને ગોળી વાગી હોવાની જાણકારી મળી આવી છે. તેમાંથી ત્રણ લોકોના મોત થયાની જાણકારી સૂત્રો પાસેથી મળી આવી છે. ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

જણાવી દઈએકે શિકાગોના (Chicago) હાઇલેન્ડ પાર્કમાં સોમવારે (Monday) ફ્રીડમ ડે પર પરેડ (Freedom Day Parade) કાઢવામાં આવી રહી હતી, પરંતુ ત્યાં અચાનક ગોળીબાર (Firing) થયો હતો. આ ઘટનાને પગલે શિકાગોના હાઈલેન્ડ વિસ્તારમાં અંધાધૂંધી મચી ગઈ હતી. ઇલિનોઇસના ગવર્નરે દાવો કર્યો હતો કે આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત (Death) થયા હતા, જ્યારે ધણા લોકો ગંભીર રીતે ઘાયલ (Injured) થયા હતા. જણાવવામાં આવી રહ્યું હતું કે આ ફાયરિંગ ઉંચી ઈમારતમાંથી કરવામાં આવ્યું હતું. ટ્વિટર પર ઘટનાની માહિતી આપતા વહીવટીતંત્રે લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની અપીલ કરી હતી. પોલીસ (Police) અને તપાસ ટીમોને તેમનું કામ કરવા દેવા માટે લોકોને વિનંતી કરવામાં આવી રહી હતી. મળતી માહિતી મુજબ ગયા વર્ષે પણ ફ્રીડમ ડે નિમિત્તે ફાયરિંગ થયું હતું, જેમાં 19 લોકોના મોત થયા હતા.

પરેડ શરૂ થયાના લગભગ 10 મિનિટ પછી ગોળી ચલાવવામાં આવી હતી. આ પછી પરેડ અટકાવી દેવામાં આવી હતી. સેંકડો લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા. શિકાગોના સીબીએસ 2 ટેલિવિઝન પરેડમાં હાજર એક નિર્માતાને ટાંકીને જણાવ્યું હતું કે ઘણા મોટા વિસ્ફોટો સાંભળીને લોકો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. જો કે ફાયરિંગના આરોપીની ઓળખ રોબર્ટ બોબી ઇ ક્રીમોના રૂપમાં થઇ હતી. પોલીસે ઘટનાના લગભગ બે કલાક બાદ તેને પકડી લીધો હતો. 

Most Popular

To Top