National

બિહારના મોતિહારીમાં ચાલુ ટ્રેનમાં લાગી આગ , મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યો

મોતીહારી: બિહારના (Bihar) પૂર્વ ચંપારણમાં એક ટ્રેનમાં (Train) આગ (Fire) લાગવાની મોટી ઘટના બની હતી. બિહારના મોતિહારીમાં (Motihari) રવિવારે એક પેસેન્જર ટ્રેનના (Passenger Train) એન્જિનમાં (Engine) આગ ફાટી નીકળતા નાસભાગ થઈ ગઈ હતી. આ દરમિયાન ટ્રેનની અંદર મુસાફરો હાજર હતા. રક્સૌલથી નરકટિયાગંજ જતી ટ્રેનમાં સવારે 6.10 વાગ્યે આ દુર્ઘટના બની હતી. રેલવે કર્મચારીઓને આ અંગેની જાણ થતાં જ ટ્રેનને તાત્કાલિક અટકાવી દેવામાં આવી હતી. આ દરમિયાન મુસાફરોએ પણ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રક્સૌલથી નરકટિયાગંજ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેન નંબર 05541ના એન્જિનમાં આગ લાગી હતી. ભેલાહી સ્ટેશન નજીક બ્રિજ નંબર 39 પાસે રવિવારે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આગ એટલી ભયંકર હતી કે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ઉંચાઈએ ઉછળી રહ્યા હતા. પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી પરંતુ તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ડ્રાઇવરે સમજદારી દાખવી આગને વધતી અટકાવી હતી.

સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટ શું કહે છે
રક્સૌલ સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટ અનિલ કુમાર સિંહે જણાવ્યું હતું કે, સવારે ટ્રેન રાબેતા મુજબ ચાલી હતી. આ દરમિયાન, અચાનક ટ્રેનના એન્જિનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ટ્રેનની નજીક હાજર કર્મચારી સ્ટાફ પણ કોચમાં પહોંચી ગયો હતો અને લોકોને નીચે ઉતાર્યા હતા. આ પછી એન્જિન સાથે જોડાયેલ કોચને અલગ કરી દેવામાં આવ્યો હતો. હવે આ કોચને બીજા એન્જિન સાથે જોડીને નરકટિયાગંજ લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુસાફરો પણ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું કહેવાય છે.

ભેલાહી સ્ટેશન પર ટ્રેન પહોંચતા જ ટ્રેન રોકાઈ ગઈ હતી. એક માહિતી અનુસાર ઉતાવળમાં ટ્રેનનું એન્જિન તૂટી ગયું હતું અને આગ ઓલવવાની કામગીરી કરી દેવામાં આવી. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડને સ્થળ પર મોકલવામાં આપવામાં આવ્યા હતા જેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જાણવા મળ્યું છે કે ટ્રેન રોકાયા બાદ તમામ મુસાફરો ટ્રેનમાંથી બહાર કૂદી પડ્યા હતા. આ ટ્રેન સવારે પાંચ વાગ્યે રક્સૌલથી નરકટિયાગંજથી ઉપડી હતી. ઘટનાની જાણ થતા રેલવે આરપીએફ અને જીઆરપી અધિકારીઓ અને સુરક્ષા દળો સ્થળ પર દોડી આવ્યા હતા.

Most Popular

To Top