સુરત(Surat): ઉધનાના (Udhna) એક લુમ્સના (Looms) કારખાનામાં (Factory) અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ આગની જ્વાળા કારખાનાની બહાર નીકળતા ભયનો માહોલ ઉભો થયો હતો. જાગૃત નાગરિકે તાત્કાલિક ઘટનાની જાણ ફાયર વિભાગ ને કરતા 7 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ઓફિસર હિતેશ પાટીલે જણાવ્યું હતું કે આગ એટલી ભીષણ હતી કે કંટ્રોલ કરવામાં અઢી કલાક લાગ્યા હતા. ગ્રાઉન્ડ સાથેનું 2 માળ નું આખું ગોડાઉન બળી ને ખાખ થઈ ગયું હતું.
- ઉધના હરિનગર વિભાગ-3ના શ્યામ ક્રિએશનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી
- આગ એટલી ઉગ્ર હતી કે અઢી કલાક લાગ્યા કંટ્રોલ થતા, 7 ફાયર સ્ટેશની 10 ગાડીના જવાનોએ ખડે પગે ઉભા રહી પાણીનો મારો ચલાવતા આગ કંટ્રોલ થઈ
- આગમાં ગ્રાઉન્ડ + 2 માળ નું ગોડાઉન બળી ને ખાખ થઈ ગયું
ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રીના 10:40 ની હતી. ઉધના હરિનગર વિભાગ-3ના શ્યામ ક્રિએશનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતો. સ્ટોરેજ ગોડાઉનમાં મોડી રાતે લાગેલી ભીષણ આગની જાણ થતા જ ફાયરની 10 ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી.ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળ રહી હતી.
હિતેશ પાટીલ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે આગ એટલી ઉગ્ર હતી કે અઢી કલાક લાગ્યા કંટ્રોલ થતા, 7 ફાયર સ્ટેશની 10 ગાડીના જવાનોએ ખડે પગે ઉભા રહી પાણીનો મારો ચલાવતા આગ કંટ્રોલ થઈ હતી. આગમાં ગ્રાઉન્ડ + 2 માળ નું ગોડાઉન બળી ને ખાખ થઈ ગયું હતું. કાપડ, પૂંઠા ભૂંગળા, નાયલોન અને કોટન ના દોરા સહિતનો સામાન પણ બળી ગયો હતો. આગ લાગવા પાછળ નું કોઈ કારણ જાણી શકાયું ન હતું.