સુરત : કીમથી (Kim) પીપોદરા (Pipodra) તરફ જતા હાઇવે (Highway) ઉપર રવિવારે સાંજે કોલસા (Coal) ભરેલી એક ટ્રકમાં (Truck) આગ (Fire) લાગી ગઈ હતી. જેના કારણે હાઈવે પર અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
- ડ્રાઈવર ટ્રક ઉભી રાખી કૂદી પડ્યો હતો
- આગ બેકાબુ થતા ટ્રકના દસેદસ ટાયર સળગીને ભસ્મ થઇ ગયા હતા
- ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
મળતી માહિતી અનુસાર પીપોદરા હાઈવે પર કોલસા ભરેલી ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા આગ લાગી ગઈ હતી. ટ્રકમાં આગ લાગતા ડ્રાઈવરે ટ્રક ત્યાં જ ઉભો રાખી પોતે ટ્રકમાંથી બહાર નીકળી ગયો હતો. જોત જોતામાં આગ વધુ વિકરાળ બનતા આખો ટ્રક આગની લપેટમાં આવી ગયો હતો. ડ્રાઈવરે ફાયર વિભાગને જાણ કરી હતી. કોલ મળતાની સાથે જ બીઆરસી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે ઘસી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.
ઘટના અંગે ફાયર સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર અંજનીપુત્ર રોડ લાઈનરની ટ્રકનં (જીજે 16 AU-7065) ટ્રક કોલસો લોડ કરીને કીમથી પીપોદરા હાઇવે તરફ જઈ રહી હતી ત્યારે ફલાયઓવર નજીક જ ટ્રકનું ટાયર ફાટતાં ઘર્ષણ સર્જ્યું હતું અને આગ લાગી હતી. આગને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાય હતા. જોત જોતામાં આગ પ્રસરી જતા ટ્રકના દસેદસ પૈડાં આગની લપેટમાં આવી ગયા હતા. ડ્રાઇવરે તુરંત જ ફાયર વિભાગનો સંપર્ક સાધ્યો હતો જેથી ફાયરની ટીમઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કંટ્રોલમાં લઇ લીધી હતી .હાઇવે ઉપર આગ લાગ્યાના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા.
ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટ્રકમાં શોર્ટ સર્કિદ બાદ આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકારળ રૂપ ધારણ કરી લીધું હતું. હાઈવે પર દુર દુર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાય રહ્યા હતા. ટ્રકમાં આગ લાગ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.