SURAT

સુરતની કલર કેમિકલ કંપનીમાં 250 કામદારો કામ કરી રહ્યા હતા અને અચાનક જ લાગી આગ

સુરત: સુરતના (Surat) પાંડેસરા (Pandesara) વિસ્તારમાં આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી છે. પાંડસરા ગણેશનગર નજીક કલર કંપનીમાં (Color company) વહેલી સવારે આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. કલર કંપનીમાં ફર્સટ સીફટ ચાલુ હોવાથી 250 કામદારો કામ કરી રહ્યા હતા અને અચાનક જ આગ લાગી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ કાબૂમાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.

ફાયરની 6 ગાડીઓએ આગ કાબૂમાં લીધી
પાંડેસરા ગણેશનગર પાસે સમૃદ્ધિ પ્રોસેસર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (Samriddhi processors pvt ltd) કલર કંપનીમાં આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારી ઓમ પ્રકાશ મિશ્રાએ જણાવ્યું હતું કે કલર કેમિકલ ડિપાર્ટમેન્ટના ફેબ્રિક ખાતા નં.499 અને 500માં વહેલી સવારે 5:20 વાગ્યે આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ફાયર વિભાગને કોલ મળતા ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. લગભગ 1 કલાક બાદ આગ કાબૂમાં આવી હતી.

ફેબ્રેરિક રો મટરિયલના કારણે આગ વધુ ઝડપી બની: મેનેજર
સમૃદ્ધિ પ્રોસેસરના મેનેજર અંકિતભાઈ સિંગ આ અંગે જણાવ્યું હતું કે કંપનીમાં શનિવારે વહેલી સવારે શાર્ટસર્કિટના કારણ ખાતા નંબર 499 અને 500માં આગ લાગી હતી. આ સમયે કંપનીમાં 250 કામદારો પહેલી સીફટમાં કામ કરી રહ્યા હતા. ખાતા નંબર 499 અને 500માં હાજર અમૂક કામદારોએ ધૂમાડો જોયો, પરંતુ કામદારો કઈ સમજે તે પહેલા જ જોત જોતામાં આગ સમગ્ર રૂમમાં પ્રસરી ગઈ હતી. કલર કામમાં ઉપયોગમાં લેવાતું ફેબ્રેરિક રો મટરિયલના કારણે આગ વધુ ઝડપી બની હતી. જોત જોતામાં તમામ રો મટરિયલ બળીને ખાખ થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આગના કારણે 30થી 40 લાખનું નુકસાન થયું છે.

આગ લાગી ત્યારે કંપનીમાં 250 કામદારો હતા
કલક પ્રોસેર્સર કંપનીમાં ફસ્ટ સીફટમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 250 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે અચનાક જ રો મટરિયલ વિભાગમાં શાર્ટ સર્કિટના કારણે ધૂમાડો નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. કામદારો કઈ સમજે તે પહેલા આગ ફેલાઈ ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબૂૃ મેળવી કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા.

Most Popular

To Top