Gujarat

નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું 3.01 લાખ કરોડનું બિગ બજેટ, સંપૂર્ણ બજેટ વાંચો અહીં…

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં કનુભાઈ દેસાઈ રાજ્યું બજેટ રજૂ કરી રહ્યા છે. કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર છે. ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ જણાવ્યું છે કે પાંચ પાયા પર સરકાર કામ કરે છે. જેમાં ગરીબ માટે 2 લાથ કરોડ, માનલ સંશાધાન માટે 4 લાખ કરોડ, વિશ્વ સ્તરની આમતરમાળખાકીય સવલતો ઊભી કરવા આગામી પાંચ વર્ષમાં રૂપિયા 5 લાખ કરોડ, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડ, ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.

  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹ 5580 કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ માટે કુલ ₹૪૩,૬૫૧ કરોડની જોગવાઇ
  • શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹ ૨૫૩૮ કરોડની જોગવાઇ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ `15,182 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૬૦૬૪ કરોડની જોગવાઇ
  • અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹૨૧૬૫ કરોડની જોગવાઇ
  • રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ ₹૫૬૮ કરોડની જોગવાઇ
  • પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૦,૭૪૩ કરોડની જોગવાઇ
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹૧૯,૬૮૫ કરોડની જોગવાઇ
  • ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૮૭૩૮ કરોડની જોગવાઇ
  • માર્ગ અને મકાન વિભાગ માટે કુલ `૨૦,૬૪૨ કરોડની જોગવાઈ
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૩૫૧૪ કરોડની જોગવાઇ
  • જળસંપત્તિ પ્રભાગ માટે ₹૯૭૦૫ કરોડની જોગવાઇ
  • કચ્છ શાખા નહેરના બાકી કામો માટે૧૦૮૨ કરોડની જોગવાઇ
  • ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના માધ્યમથી ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર વસાવવા માટે ૧૫૦૦ કરોડની જોગવાઇ
  • ભારત સરકાર સહાયિત૭૫૦ કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઇને પ્રોત્સાહન આપવા ૨૦૦ કરોડની જોગવાઇ
  • પાણી પુરવઠા પ્રભાગ માટે ₹૬૦૦૦ કરોડની જોગવાઇ
  • વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૧૯૩ કરોડની જોગવાઇ
  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૧,૬૦૫ કરોડની જોગવાઇ
  • આ યુનિવર્સિટીઓમાં માળખાકિય સગવડોના વિકાસ, શૈક્ષણિક કાર્ય અને સંશોધન માટે ૧૧૫૩ કરોડની જોગવાઇ
  • ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત૫૦૦ કરોડની જોગવાઇ
  • નવા મત્સ્યબંદરોના વિકાસ તેમજ હયાત મત્સ્યકેન્‍દ્રોના આધુનિકીકરણ અને નિભાવ માટે ૬૪૦ કરોડની જોગવાઈ
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹૮૫૮૯ કરોડની જોગવાઇ
  • ટેક્સટાઇલ નીતિ અંતર્ગત કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ૧૫૮૦ કરોડની જોગવાઇ
  • MSME ઉદ્યોગો રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેકટરની કરોડરજ્જુ સમાન છે. આ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે જુદા જુદા પ્રકારની સહાય માટે૧૫૦૦ કરોડની જોગવાઈ
  • પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે ૨૦૭૭ કરોડની જોગવાઇ
  • વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹૨૦૬૩ કરોડની જોગવાઇ
  • ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ `૯૩૭ કરોડની જોગવાઇ
  • ગૃહ વિભાગ માટે કુલ ₹૮૫૭૪ કરોડની જોગવાઇ
  • કાયદા વિભાગ માટે કુલ ₹૨૦૧૪ કરોડની જોગવાઇ
  • મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૧૪૦ કરોડની જોગવાઇ
  • સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૧૯૮૦ કરોડની જોગવાઇ
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹૨૫૭ કરોડની જોગવાઈ

રાજ્યનું નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરતા તેમણે જણાવ્યું કે માર્ગ મકાન વિભાગ માટે 20 હજાર 642 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગૃહ વિભાગ માટે કુલ 8 હજાર 574 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમજ રાજ્યના પોલીસ જવાનો માટે આવાસા બનાવવા અને મોડાસામાં જેલ બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની સહાય માટે 12 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. 10 હાજર વિદ્યાર્થીઓને સહાય મળશે.મિશન સ્કૂલ ઓફ એક્સલ્નસ અંતર્ગત 3109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં 10 નવી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થશે. તેમજ સરકારી સ્કૂલની જાળવણી માટે 109 કરોડ ખર્ચ કરવાની જાગોવાઈ કરવામાં આવી છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, શિક્ષણ વિભાગ માટે 43651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 3109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો 400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાઈ. રાજ્યમાં 10 નવી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થશે. સરકારી સ્કૂલની જાળવણી માટે 109 કરોડ ખર્ચ કરવામાં આવશે. RTE બાદ હોશિયાર વિદ્યાથીઓ માટે ધોરણ 9થી 12ના અભ્યાસ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે રૂ.568 કરોડની જોગવાઈ કરાઈ છે. ત્યારે રમત ગમત ક્ષેત્રે રૂ.320 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, તાલુકા કક્ષાનું એક સ્પોર્ટ કોમ્પલેક્ષ બનવવાની જોગવાઈ કરવામાં આવી છે. 500 નવી શાળાઓને IN-SCHOOL યોજનાનો લાભ અપાશે. EMRS, GLRS, DLSS ની પણ શરૂઆત કરવામાં આવશે.

આ બજેટમાં જળ સંપત્તિ વિભાગ માટે 9 હજાર 705 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ સિવાય જૂના પુલના પુન: બાંધકામ માટે 550 કરોડની જોગવાઈ કપવામાં કરવામાં આવી છે. કચ્છ-બનાસકાંઠાને જોડતા ઘડુલી-સાંતલપુર રસ્તા માટે 401 કરોડ, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ઈક્વિટિ ફાળા માટે 200 કરોડ, કીમ-માંડવી હાઈવે માટે 200 કરોડ, SOUને જોડતા રસ્તાઓ માટે 140 કરોડ, ટુરિસ્ટ સર્કિટને જોડતા રસ્તાઓના વિકાસ માટે 605 કરોડ, પરિક્રમા પથના બાંધકામ માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સ્પેસ મેન્યુફેક્ટરિંગ કલસ્ટરના વિકાસ માટે 12 કરોડની ફાળવણી
વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 2193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સેમિ કંડક્ટર પોલિસી હેઠળ 524 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ 125 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આઈ.ટી પોલિસી હેઠળ રોજગારીનું સર્જન કરવા માટે 70 કરોડ ફાળવવામાં આવ્યા છે.  સ્પેસ મેન્યુફેક્ટરિંગ ક્લસ્ટરના વિકાસ માટે 12 કરોડની ફાળવણી કરાઈ છે. ડિફેન્સ અને એવિએશન ગેલેરી સ્થાપવા માટે 22 કરોડ ફળવવામાં આવ્યા છે. રિઝ્યોનલ સાયન્સ સેન્ટર અને વિજ્ઞાન કેન્દ્રો માટે 233 કરોડની જોગવામાં કરવામાં આવી છે.

ઈલેક્ટ્રિક બસોની ખરીદી માટે 24 કરોડની જોગવાઈ
નાણામંત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યુ કે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ભાવનગર પોર્ટ ટ્રાફિક માટે 297 કરોડ, નવલખી પોર્ટની હેન્ડલીંગ ક્ષમતા વધારવા 192 કરોડ, સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ કરવા 24 કરોડ, 50 ઈલેક્ટ્રિક બસોની ખરીદી માટે 24 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Most Popular

To Top