Vadodara

આખરે પાલિકા તંત્ર જાગ્યું : અકોટા અને ઠેકરનાથ સ્મશાનના ઝાડી-ઝંખરાની સફાઈ

વડોદરા: વડોદરાના ઘણા સ્મશાનો બિસ્માર હાલતમાં છે. પરંતુ સત્તાવાળાના પાપે સ્મશાનોમાં અપૂરતી સુવિધાઓના કારણે લોકો હેરાન પરેશાન થઇ જતા હોય છે. ‘ગુજરાતમિત્ર’ વારંવાર શહેરના સ્મશાનોની અસુવિધા મામલે અવાજ ઉઠાવે છે ત્યારે શહેરના ઠેકરનાથ સ્મશાનમાં બાળકોને દફન કરવાની જગ્યાએ ઝાડી ઝાંખારા ઉગી નીકળ્યા હતા ‘ગુજરાતમિત્ર’ માં અહેવાલ પ્રસિદ્ધ થતા પાલિકાએ ઝાડી ઝાંખારા હટાવી ને સાફ સફાઈ કરી હતી. આવી જ પરિસ્થિતિ અકોટા સ્મશાન ની હતી જ્યાં બેસવા માટેના બાંકડાની આગળ જાણે જંગલ ઉભું થયું હતું અને બાંકડા ઢકાઈ ગયા હતા તે પણ અહેવાલ પ્રસિદ્ધ થતા સાફ સફાઈ કરવામાં આવી હતી.

બાંકડા પાસેથી ઝાડી ઝાંખારા દૂર કરવામાં આવ્યા હતા. શહેરના કેટલાક સ્મશાનમાં પાયાની સુવિધાઓ નથી પાણી, લાકડા, મૃતકને બાળવા માટે ચિતા, બેસવા માટે બાંકડાની સુવિધા સહિતની ખામીઓના કારણે મૃત્યુ પછી પણ માનવીને તકલીફ વેઠવી પડે છે. ગાજરાવાડી સ્મશાનમા 10 વર્ષ થી ગેસની ચિતા બંધ હોવાથી ચોમાસા ના સમયે લાકડા ના અભાવે ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો પરંતુ 10 વર્ષ બાદ ગેસ ચિતાનું રીપેરીગ શરૂ કરવામાં આવ્યું હતું. સ્મશાનો ની ચિતા પાસે મોટા મોટા ઝાડી ઝાંખરાથી તે જગ્યાએ સ્મશાનમાં આવનાર ડાઘુઓ ની ઉભા રહેવાની જગ્યા પણ ઓછી હોય છે. આમ શહેરના લગભગ તમામ સ્મશાનોની સાફ સફાઈ કરવાની જરૂરિયાત છે. ઉલ્લેખનીય છે કે સ્મશાનો પાલિકા હસ્તક છે સરકાર દ્વારા સ્મશાનોના નવીનીકરણ માટે કરોડોની ગ્રાન્ટ અપાતી હોય છે.

Most Popular

To Top