વડોદરા: વર્ષ 2012અને 2017 થી લઈ ને 2022 ના વડોદરા શહેર જિલ્લા ના આકડા પર નજર કરીએ તો વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી ની કામગીરી દરેક પક્ષો ની નબળી જોવા મળી છે.અને એટલે જ છેલ્લા દસ વર્ષ ના મતદાન કરતા ઓછું મતદાન થતા ખાસ કરી ને ભાજપા છાવણી મા ચિંતા નું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં આ વખતે સરેરાશ 64 ટકા જેટલું મતદાન થયું હોવાથી ત્રણેય પક્ષોમાં ચિંતા છે. એક્ઝિટ પોલમાં ભલે ભાજપને બહુમત મળી રહ્યો હોય પણ ઓછા મતદાનને લઈને પક્ષમાં હલચલ વઘી ગઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક બેઠક બોલાવી હતી. જેમાં જિલ્લાઓના પ્રમુખો સાથે ચર્ચાઓ કરી હતી.
પાટીલે જિલ્લાવાર થયેલા ઓછા મતદાનને લઈને સમીક્ષા કરી હતી. આ વખત ની ચૂંટણીમા મોંઘવારી, બળવાખોરો અને છુપા બળવાખોરો એ ભાજપ ને હરાવવા એડીચોંટી નું જોર લગાવતા કદાચ બળવાખોરો ભાજપા ના ગઢ ગણાતી કેટલીક બેઠકો પર ગાબડાં પાડે તો નવાઈ નહીં. છુપા બળવાખોરો એ મતદારો પર પોતાની નારાજગી બતાવવામા સફળ રહેતા. વડોદરા શહેર જિલ્લા મા કાર્યાલયો મા કાગડા ઉડતા જોવા મળ્યા હતા. જે ઉમેદવારો ને રિપીટ કર્યા તેમણે વિકાસ કરવા ના બદલે પોતાનો વિકાસ વધારે કર્યો તે મતદારો સમજી જતા પ્રચાર મા પણ જોઈએ તેવો જોશ ન હતો.
આવા માહોલ નો ચિતાર મોદી સુધી પહોંચતા રાજકારણ ની ચોગઠા બાજી મા માહેર મોદીએ સ્ટાર પ્રચારકો ની ફોજ ઉતારી ગુજરાત ની ચૂંટણીની બાગડોર પોતાના હાથમા લેતા ચૂંટણી ચિત્ર બદલાઈ ગયું હતું. ભાજપના મતદારો ભાજપથી નિરાશ થયા છે પણ વિરોધમાં મત આપવો નથી તેથી મતદાન ટાળ્યું છે. ભાજપમાં પણ આંતરિક અસંતોષ હોવાથી બૂથ લેવલે કાર્યકરોએ જે કામ કરવાનું હતું તે મન દઇને કર્યું નથી. મત ઘટવાના છે. બળવાખોરોએ પોતે મતદાન કર્યું પરંતુ તેમના પરિવારના સભ્યો કે મિત્રોને મતદાન કરતા અટકાવ્યાં તેવી ચર્ચાએ જોર પકડ્યું.
ધારાસભ્યો અને નવા ઉમેદવારોનું મંત્રી પદ માટે લોબિંગ
વિધાનસભાની ચૂંટણી ના પરિણામ બાદ કમુરતા પહેલા શપથવિધિ યોજવાની સૂચના દીલ્હીથી આવતા કેટલાક ધારાસભ્ય અને નવા ઉમેદવારો એ દિલ્હી ની દોટ લગાવી ને પોતાને મંત્રી પદ મળે તે માટે રાજકીય ગોડફાધરો ને મળવાનું શરૂ કરી દીઘું છે મત ગણતરીના બે દિવસમાં જ ચૂંટણી પંચ સત્તાવાર રીતે પરિણામની જાહેરાત કરી દેશે. ત્યાર બાદ રાજ્યપાલ બહુમતિ ધરાવતા પક્ષને સરકાર રચવાનુ આમંત્રણ આપશે. આ ફોર્માલીટી લગભગ બેથી ત્રણ દિવસમાં પૂરી થઈ જશે. કમુરતા પહેલા શપથવિધિ યોજવાની સૂચના દીલ્હીથી આવી ગઈ હોવાનું કહેવાય છે
વડોદરા ભાજપા જિલ્લામા બે બેઠકો ગુમાવે તો નવાઈ નહીં
વર્ષ 2012મા સાવલી બેઠક પર અપક્ષ ઉમેદવાર કેતન ઇનામદારે મેદાન મારી ને ભાજપ ના ઉપેન્દ્ર સિંહ ને હરાવ્યા હતા ત્યાર બાદ કેતને ભાજપમા પ્રવેશ મેળવ્યો હતો 2017 મા ભાજપે બે બેઠક ગુમાવી હતી જેમાં કરજણની બેઠક ભાજપાના સતીષ નિશાળિયા ને હરાવી કોંગ્રેસના અક્ષય પટેલે મેદાન માર્યું હતું 2020મા અક્ષય પટેલે કોંગ્રેસ મા નારાજગી દર્શાવી રાજીનામુ આપ્યું હતું ત્યાર બાદ ભાજપે અક્ષય પટેલ ને મેન્ડેટ આપતા તેઓ પેટા ચૂંટણીમા જીતી ને ભાજપા મા પ્રવેશ મેળવ્યો હતો. જયારે પાદરામા ભાજપા ના ઉમેદવાર દિનેશ પટેલ ને હરાવી ને જસપાલસિંહ પઢીયારે (ઠાકોર)કોંગ્રેસે કબજો જમાવ્યો હતો. આમ પાદરા અને વાઘોડિયા મા અપક્ષો જીતે તો ભાજપા આ બે સીટો સરભર કરી શકે છે પરંતુ
વડોદરા શહેર જિલ્લામા મતદાન પૂર્ણ થતા હવે રાજકીય નિષ્ણાંતો હાર જીતના ચોગઠા ગોઠવી ને ભાજપ પાસે થી કઇ સીટ કોંગ્રેસ આચકી લેશે તેની ગણતરી મા પડ્યા છે એક ગણતરી પ્રમાણે પાદરા અને વાઘોડિયાની બેઠક ખતરા વાળી બેઠક મનાય છે.