એશિયા કપ (Asia Cup) 2023ની ફાઈનલ મેચ ભારત (India) અને શ્રીલંકા (Sri lanka) વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારત ચેમ્પિયન બન્યું છે. ફાયનલ મેચમાં શ્રીલંકાને ખૂબજ ખરાબ રીતે હરાવી ભારતે અનેક નવા રેકોર્ડ કિર્તિમાન કર્યા છે. ફક્ત 6.1 ઓવરમાં જ ભારતે 51 રન બનાવી ફાઈનલ પર જીત મેળવી હતી. ભારતે ધૂંઆધાર બોલિંગને કારણે આ મેચ ખુબજ સરળતાથી કબ્જે કરી હતી. આ સાથેજ અનેક નવા રેકોર્ડ પણ બન્યા છે. જેમાં મોહંમદ સિરાજે એક જ ઓવરમાં 4 વિકેટ તેમજ સમગ્ર મેચમાં 6 વિકેટ લીધી હતી. ભારત સામે કોઈ ટીમ ફક્ત 50 રન પર જ સમેટાઈ ગઈ હોય તેવો રેકોર્ડ બનવાની સાથે ભારતે 263 બોલ બચાવી મેચ જીતી લીધાનો પણ રેકોર્ડ બન્યો હતો. ફક્ત 37 બોલમાં જ ઇશાંત કિશન અને શુભમન ગિલે મળીને 51 રન બનાવી દીધા હતાં.
આ પહેલા ભારતીય બોલર મોહંમદ સિરાજની ધૂંવાધાર બોલીંગને કારણે શ્રીલંકાની ટીમ 50 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમને જીતવા માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો છે. ટીમ ઈન્ડિયાના બોલરોએ 15.2 ઓવરમાં જ શ્રીલંકાને પેવેલિયન પહોંચાડી દીધી હતી. 15.2 ઓવરમાં શ્રીલંકાએ 50 રન બનાવ્યા હતા. મોહંમદ સિરાજે 6 વિકેટ લીધી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ 3 વિકેટ અને જસપ્રીત બુમરાહે 1 વિકેટ લીધી હતી.
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો તો ખરો પરંતુ મેચની શરૂઆતમાં જ સમગ્ર ગેમ પટલાઈ ગઈ હતી. ચાર ઓવરમાંજ શ્રીલંકાને પાંચ વિકેર ખોવાનો વારો આવ્યો છે. ફાઈનલ મેચના ગેમ ચેન્જર બન્યા છે મોહંમદ સિરાજ જેણે એક ઓવરમાં ચાર લઈ ચટકાવી શ્રીલંકાની કમર તોડી નાંખી હતી. ફક્ત 12 રન પર જ શ્રીલંકાને ચાર વિકેટ ખોવાનો વારો આવ્યો હતો. 7 ઓવરના અંતે શ્રીલંકાની ટીમ 17 રન બનાવી 6 વિકેટ ગુમાવી ચુકી હતી.
ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે રવિવારનો દિવસ મજેદાર રહ્યો હતો. વરસાદની સંભાવનાઓ વચ્ચે મેચ શરૂ થઈ હતી. વચ્ચે વરસાદ પણ પડ્યો હતો. જોકે વરસાદની જેમ મેચની શરૂઆતમાં જ ભારતના બોલરોએ શ્રીલંકાની ટીમને ધોઈ નાંખી હતી. શ્રીલંકાઈ પ્લેયરને 12 રન બનાવતા બનાવતા લોખંડના ચણા ચાવવા જેવો અનુભવ થયો હતો. કારણકે ચાર જ ઓવરમાં તેની પાંચ વિકેટ પડી ગઈ હતી. પહેલી ઓવરમાં બુમરાહે કુસલ પરેરાની વિકેટ લીધી હતી. ત્યારબાદ સિરાજે એક પછી એક પાંચ વિકેટ લઈ મેદાન પર ગજબનો માહોલ બનાવી દીધો હતો. તો બીજી તરફ હાર્દિક પંડ્યાએ દનિથ વેલલાજ, પ્રમોદ મદુષણ અને માથિશા પથિરાનાની વિકેટ લીધી હતી.
મોહંમદ સિરાજે મેદાન પર આગ લગાવી
સિરાજે પોતાની શાનદાર બોલીંગથી સમગ્ર શ્રીલંકાઈ ટીમને ધ્વસ્ત કરી નાંખી હતી. એકજ ઓવરમાં સિરાજે ચાર વિકેટ લીધી હતી. જોકે તે હેટ્રીક બનાવી શક્યો ન હતો. જોકે સિરાજે મચાવેલી તબાહીને કારણે ફક્ત 12 રન અને ચાર ઓવરમાં જ શ્રીલંકાની અડધી ટીમ પેવેલિયન પહોંચી ગઈ હતી. સિરાજે પથુમ નિશંકા, સાદિરા સાદ્રાવિક્રમા, ચારિથ આસલાંકા, ધનંજય ડીસિલ્વા અને દાસુન સનાકાની વિકેટ લીધી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઈનલ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે વરસાદના કારણે ફાઈનલ મેચ 40 મિનિટ મોડી શરૂ થઈ હતી. જસપ્રીત બુમરાહે ભારત માટે બોલિંગની શરૂઆત કરી હતી. શ્રીલંકા તરફથી પથુમ નિસાંકા અને કુસલ પરેરાએ ઇનિંગ્સની શરૂઆત કરી હતી. જોકે જોત જોતામાં જ શ્રીલંકાની ટીમ 8 રનનાં સ્કોર પર જ વિરવિખેર થઈ ગઈ હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે શ્રીલંકાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને T20 એશિયા કપ જીત્યો હતો પરંતુ રવિવારે જે રીતે ટીમ રમી રહી હતી તેને જોતા તેનું કદ ભારતની ટીમ સામે ખુબજ નીચું દેખાઈ રહ્યું હતું.