Entertainment

આદિપુરુષના ડાયલોગ રાઈટર મનોજ મુંતશીરને જાનનો ખતરો, મુંબઈ પોલીસે આપી સુરક્ષા

ફિલ્મ ‘આદિપુરુષ’નો (Film Adipurush) નો ફુગ્ગો બે જ દિવસમાં ફૂટી ગયો છે. ફિલ્મના (Film) રિલીઝ પહેલા જેટલી આતુરતાથી તેની રાહ જોવાતી હતી તેટલું જ હવે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. ખાસ કરીને ફિલ્મના ડાયલોગ્સને (Dialogues) લઈ હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે વાત પોલીસ પ્રોટેક્શન સુધી પહોંચી ગઈ છે. ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુંતશીરે પોતાની જાનને ખતરો હોવાનું કહેતા મુંબઈ પોલીસે તેમને સુરક્ષા આપી છે.

આદિપુરુષ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા પરંતુ ફિલ્મ જોયા બાદ તમામ એક્સાઈટમેન્ટનો અંત આવી ગયો છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકો દ્વારા ઘણી ટ્રોલ થઈ રહી છે. જે લોકોએ ફિલ્મ નથી જોઈ તે રિવ્યુ જોઈને જ ફિલ્મ જોવાનું ટાળી રહ્યા છે. ફિલ્મ ‘આદિપુરુષ’ મૂળ રામાયણથી સાવ અલગ છે. આ ફિલ્મના ડાયલોગ (Dialogues) પણ ચાહકોને પસંદ નથી આવી રહ્યા. આ સાથે જ લોકો ફિલ્મના લેખક મનોજ મુન્તાશીર પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. આ દરમિયાન મુંબઈ પોલીસે તેમને સુરક્ષા પુરી પાડી છે.

તમને જણાવી દઈએ કે મનોજ મુન્તાશીરે તેમના જીવને ખતરો હોવાનું કહીને સુરક્ષાની માંગ કરી હતી. જે બાદ મુંબઈ પોલીસે તેમને સુરક્ષા પુરી પાડી છે. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. દરમિયાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ફિલ્મ ‘આદિપુરુષ’ના કેટલાક સંવાદો પર થયેલા હોબાળા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે CBFCએ આ અંગે નિર્ણય લીધો છે. ફિલ્મના નિર્દેશક અને લેખકે સંવાદો બદલવાની વાત કરી છે. કોઈને કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી.

તમને જણાવી દઈએ કે જે ડાયલોગથી લોકોની ભાવના સૌથી વધુ આહત થઈ છે તેમાં જ્યારે હનુમાનજી માતા સીતાને મળવા લંકા જાય છે ત્યારે એક રાક્ષસ તેમની સામે જોઈને કહે છે, “યે તેરી બુઆ કા બગીચા હૈ, જો હવા ખાને ચલા આયા”. ત્યારબાદ જ્યારે હનુમાનજી લંકા આવે છે, ત્યારે મેઘનાથ તેમની પૂંછડીમાં આગ લગાડે છે જેના જવાબમાં હનુમાન કહે છે, “તેલ ભી તેરે બાપ કા… કપડા ભી તેરે બાપ કા…ઔર જલેગી ભી તેરે બાપ કી.”
જ્યારે હનુમાનજી લંકાથી આવે છે, ત્યારે રામજી તેમને ત્યાંની સ્થિતિ વિશે પૂછે છે, જેના જવાબમાં હનુમાનજી કહે છે કે “હમારી બહેનો કો જો હાથ લગાએંગે ઉનકી લંકા લગા દેંગે”.

Most Popular

To Top