Charchapatra

પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં અનામત જગ્યાઓ ભરો

થોડા માસ પહેલાં ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગેની જાહેરાત  અખબારોમાં આવેલી. કુલ 1924 જગ્યાઓની ભરતીમાં ઓબીસી, એસ.સી. અને એસ.ટી. વર્ગને અનામત જગ્યાઓ ભરાવી જોઈએ એની સામે અસમાનતાઓ જોવા મળેલ જે વિગત નીચે મુજબ છે. અખબારોમાં જાહેરાત થયા મુજબ ઓબીસી વર્ગને 1924 જગ્યાઓ પૈકી 27% મુજબ 519 જગ્યાઓ મળવી જોઈએ પરંતુ 194 જગ્યાઓ ફાળવવામાં આવેલ આથી ઓબીસી વર્ગને 325 જગ્યાઓનું નુકસાન થવા જાય છે.

એવી જ રીતે એસ.ટી. વર્ગ (અનુ. જનજાતિ) વર્ગને કુલ જગ્યાઓ પૈકી 14% મુજબ 269 જગ્યાઓ મળવી જોઈએ પરંતુ 78 ફાળવતા આ વર્ગને 191 જગ્યાઓનું નુકસાન થવા જાય છે. હવે એસ.સી. (અનુ. જાતિ) વર્ગને કુલ ભરતી સામે 7.5% અનામત મળતા 144 જગ્યાઓ મળવી જોઈએ પરંતુ 134 જગ્યાઓ ફાળવવામાં આવતાં આ વર્ગને પણ 10 જગ્યાઓનું નુકસાન થવા જાય છે. અનામત એટલે શું? અનામત એટલે જેની પાસે કશું જ નથી તેમને થોડું આપવાની વાત છે.  કોઈ વર્ગ કે સમાજને બંધારણ મુજબ મળતા હક્ક ઉપર તરાપ મારવી એ શું માનવતા વિરોધી બાબત નથી?
બોટાદ   – મનજી ગોહિલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top