Sports

FIFA વર્લ્ડ કપની તૈયારીમાં 400-500 મજૂરોના થયા મોત, કતારના અધિકારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: કતારમાં (Qatar) રમાઈ રહેલો FIFA વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) ફરી એકવાર વિવાદોમાં ઘેરાયો છે. આ ટુર્નામેન્ટ માટે ઘણા વર્ષોથી તૈયારીઓ ચાલી રહી હતી. ટુર્નામેન્ટ માટે 200 બિલિયન ડોલરથી વધુ મૂલ્યના સ્ટેડિયમ, મેટ્રો લાઇન અને નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર (infrastructure) બનાવવા માટે હજારો પરપ્રાંતિય મજૂરોને (Labours) રોજગારી આપવામાં આવી હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ કામ દરમિયાન તૈયારીઓ વચ્ચે સેંકડો મજૂરોના મોત પણ થયા હતા. મીડિયા રિપોર્ટ્સમાં વર્લ્ડ કપની તૈયારીઓ દરમિયાન મૃત્યુના આંકડા હજારોની સંખ્યામાં જણાવવામાં આવ્યા છે. આ અહેવાલો પછી માનવ અધિકારોએ કતારની આકરી ટીકા કરી હતી. દુનિયાભરમાં પણ કતારની ટીકા થઈ રહી છે.

આ અધિકારીએ મૃત્યુના આંકડા જાહેર કર્યા
પરંતુ હવે એક નવો ખુલાસો સામે આવ્યો છે. ફિફા વર્લ્ડ કપ 2022ની તૈયારીને કારણે કેટલા મજૂરોએ જીવ ગુમાવ્યા છે તેનો અંદાજિત આંકડો સામે આવ્યો છે. ફિફા વર્લ્ડ કપના આયોજન સાથે જોડાયેલા કતારના ટોચના અધિકારી હસન અલ-થવાડીએ આ ખુલાસો કર્યો છે. હસન ‘ડિલિવરી અને લેગસી’ પર કતારની સર્વોચ્ચ સમિતિના મહાસચિવ છે. તેમણે બ્રિટિશ પત્રકાર પિયર્સ મોર્ગનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે FIFAની તૈયારીઓમાં 400 થી 500 લોકોના મોત થયા છે. પિયર્સે આ ઈન્ટરવ્યુની ક્લિપ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તે જ સમયે, સર્વોચ્ચ સમિતિ અને કતાર સરકારે આ મામલે મૌન સેવ્યું છે.

કતારના અધિકારીએ શું કર્યો ખુલાસો?
બ્રિટિશ પત્રકાર મોર્ગન સાથેની મુલાકાતમાં, હસનને પૂછવામાં આવ્યું કે, ‘વર્લ્ડ કપની તૈયારીઓ માટે સ્થળાંતર કામદારોના મૃત્યુ અંગે પ્રમાણિક, વાસ્તવિક આંકડો શું છે?’ જવાબમાં હસને કહ્યું, ‘અંદાજ 400ની આસપાસ છે, 400 અને 500 વચ્ચે છે. તેમણે કહ્યું મારી પાસે ચોક્કસ આંકડા નથી. પરંતુ આ આંકડાની અગાઉ જાહેરમાં ચર્ચા કરવામાં આવી ન હતી.

હોસ્ટિંગને કારણે 2021 સુધીમાં 6500 લોકો મૃત્યુ પામ્યા
કતાર સરકારના જણાવ્યા અનુસાર, 2010 થી 2019 ની વચ્ચે દેશમાં કુલ 15,021 વિદેશીઓ મૃત્યુ પામ્યા હતા. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારથી કતારને ફિફા વર્લ્ડ કપની યજમાની મળી છે ત્યારથી 2021 સુધી ત્યાં 6500 થી વધુ વિદેશીઓ મૃત્યુ પામ્યા છે.

આ તમામ ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રહેવાસી હતા. જો કે, આ મૃત્યના આંકડામાં સ્પષ્ટ નથી કહ્યું કે સ્થળ, કાર્ય અથવા અન્ય કોઈ કારણોસર મજૂરોનું મૃત્યુ થયું છે. કતાર સરકારે એ પણ કહ્યું છે કે ફિફા વર્લ્ડ કપ સ્ટેડિયમ બનાવવા માટે 30,000 વિદેશી મજૂરોને કામે લગાડવામાં આવ્યા હતા. આ બધા સિવાય ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) એ જાણવા મળ્યું કે 2020માં 50 લોકો કામ દરમિયાન મૃત્યુ પામ્યા. 500 ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 37,600ને સામાન્ય ઈજાઓ થઈ હતી.

Most Popular

To Top