Dakshin Gujarat

વલસાડની ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતાં ત્રણના મોત

વલસાડ: વલસાડ જિલ્લાની એક ફાર્મા કંપનીમાં સોમવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી સરીગામ કેમિકલ ઝોન GIDCમાં વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં ગત રાત્રે અચાનક આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં કંપનીની બિલ્ડિંગનો એકભાગ ધરાશાયી થઈ ગયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મધરાતથી રેસ્ક્યૂ ઓપરેશન હજી યથાવત છે. કેટલાક કામદારો હજી પણ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જોરદાર બ્લાસ્ટ સાથે આગ લાગી
વલસાડ જિલ્લાની વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં સોમવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લાના સરીગામ જીઆઈડીસી કેમિકલ ઝોનમાં આવેલી વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ઘટના દરમિયાન ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ ફાયર ફાઈટર પણ સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યું હતું. જો કે, ફાયર ફાયટરો આગ ઓલવવા માટે પાણીનો ઉપયોગ કરી શક્યા ન હતા, કારણ કે તેઓ કેમિકલથી અજાણ હતા, જે આગ શરૂ થાય તે પહેલા જ ફાટ્યું હતું.

બ્લાસ્ટની અસર આસપાસની કંપનીઓ પર પણ જોવા મળી
વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતાં આજુબાજુની કંપનીમાં અને કેમિકલ ઝોનમાં આવેલી તમામ કંપનીઓમાં બ્લાસ્ટની અસર જોવા મળી હતી. આગ લાગ્યાની જાણ થતા જ આસપાસની કંપનીમાંથી કામદારો તાત્કાલિક પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં મદદે દોડી આવ્યા હતા. તેમજ ઘટનાની જાણ સરીગામ GIDC, દમણ, વાપી GIDC, નોટિફાઇડ સહિતની ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. આગ લાગ્યા બાદ બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થતા બે કામદાર ઇજાગ્રસ્ત અને ત્રણ કામદારોની લાશ મળી હતી. ઘટના સ્થળે 108 ટીમને જાણ થતાં 3 ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. વલસાડ જિલ્લા SP, પ્રાંત અધિકારી. મામલતદાર, GPCBના અધિકારીલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ક્યું રસાયણ છે તેની જાણ વગર ફાયર ફાયટરો આગ બુઝાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી શક્યા ન હતા
ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું હતું કે “અમને ફોન આવ્યો હતો કે ફાર્મા કંપનીમાં ભારે આગ લાગી છે. અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે. બે લોકો હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે અમે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ સુરક્ષા કર્મચારી ન હતા. અમે આગ બુઝાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી શકાયા ન હતા કારણ કે અમને ખાતરી નહોતી કે કંપનીમાં કયું રસાયણ હતું જેના કારણે આગ લાગી હતી.

દરમિયાન, વલસાડ એસપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, “ગઈ રાત્રે 11.30 વાગ્યાની આસપાસ સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં બ્લાસ્ટ થતા બે લોકોના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા.” વિસ્ફોટનું કારણ અને ફેક્ટરીની અંદર કામદારોની હાલત હજુ સુધી જાણી શકાયું નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. સવારે બચાવ કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top