Fashion

ફેસ્ટિવ ફ્યુઝન આઉટફિટ્સ

ફેસ્ટિવ સિઝન આવી રહી છે અને દિવાળીની ઉજવણી માટે તમે પણ એકદમ ઉત્સાહિત હશો. શું તમે આવનાર તહેવારમાં આઉટ ઓફ ધ બોક્સ છતાં ફેશનેબલ આઉટફિટસ પહેરવાનું વિચારી રહ્યાં છો? તમે ફ્યુઝન વેર ટ્રાય કરી શકો. એથનિક અને કન્ટેમ્પરરી ફેશનનું સંયોજન ફ્યુઝન વેર દેશી લુકને મોડર્ન ટચ સાથે બેલેન્સ કરે છે. તમે સ્ટ્રેસ ફ્રી રહી તમારો ફેસ્ટિવ લુક નિખારી શકો એ માટે કેટલીક ટીપ્સ….

ચિક કલર્સ
જ્યારે તમે શું પહેરવું એ અંગે દ્વિધામાં હો ત્યારે ગોલ્ડ, રોઝ ગોલ્ડ, મેટાલિક શેડ્સ કે બેજ જેવા એલિગન્ટ કલર્સ પસંદ કરો. આ ક્લાસિક કલર્સ વધુ પ્રયત્ન કર્યા વગર તમને ચિક અને સ્ટાઇલિશ લુક આપશે.
જ્વેલરી બેલેન્સ કરો
એક્સેસરીઝની પસંદગીમાં બેલેન્સને ધ્યાનમાં રાખો. જો તમે ચન્કી નેકલેસ પહેરતાં હો તો સ્ટડ ઇઅરીંગ્સ પહેરો. જો લાંબા ઈઅરીંગ્સ પહેરો તો લાઇટવેર નેકલેસ પહેરો અથવા તો નેકલેસ પહેરો જ નહીં. એક પીસને જ તમારી સ્ટેટમેન્ટ જ્વેલરી બનાવો.


ફેબ્રિક્સ અને પેટર્ન મિક્સ કરો
સ્ટાઇલિશ આઉટફિટ માટે જુદાં જુદાં ફેબ્રિક્સ અને પેટર્ન મિક્સ કરી એક્સપરિમેન્ટ કરી શકાય. એનાથી તમારા આઉટફિટમાં ડેપ્થ અને ઇન્ટરેસ્ટ ઉમેરાશે અને તમે બધાંથી અલગ દેખાશો.
જ્વેલરીનો સર્જનાત્મક રીતે ઉપયોગ
તમારી જ્વેલરીનો ક્રિએટીવલી ઉપયોગ કરો. ઈયરિંગ્સને માંગટીકા તરીકે અથવા બંગડી કે કડાનો હેર બનમાં ઉપયોગ કરી શકાય. એ તમારો ઓવર ઓલ લુક નિખારશે. આઉટફીટની વસ્તુનો હેરસ્ટાઇલમાં ઉપયોગ
તમારા આઉટફિટની વસ્તુનો વાળમાં ઉપયોગ કરી શકાય. જો તમારા આઉટફિટ્સમાં છીપલાં હોય તો એનો બન કે ચોટલામાં ઉપયોગ કરો.


ડ્રેપિંગ :
તમારી સાડીને અલગ રીતે જ ડ્રેપ કરી આકર્ષક લુક મેળવો. જુદી જુદી ડ્રેપિંગ સ્ટાઇલ તમારા ટ્રેડિશનલ પોશાકને મોડર્ન ટચ આપશે.
કલર બેલેન્સ
બ્રાઇટ કલર્સનો વધુ પડતો ઉપયોગ ન કરો. જો તમે બોલ્ડ લિપસ્ટિક લગાડતાં હો તો આઉટફિટ્સ લાઈટ પસંદ કરો. એનાથી વિપરીત આઉટફિટ બ્રાઇટ હોય તો મેકઅપ સોફ્ટ રાખો. બેલેન્સીંગ કરવાથી બધી વસ્તુઓ ધ્યાન આકર્ષવાને બદલે એક જ વસ્તુ ધ્યાન ખેંચશે.

  • ફ્યુઝન સ્ટાઇલ
    ફેસ્ટિવલ સિઝનમાં અલગ પડવા માટે ફ્યુઝન સ્ટાઇલ એક ફેન્ટાસ્ટિક રસ્તો છે.
    સાડી વીથ જેકેટ
    તહેવારોમાં બધાં મોટા ભાગે ટ્રેડિશનલ સાડી પહેરવાનું જ વિચારતાં હોય છે. જો તમે પણ સાડી પહેરવાનાં હો તો એને ફ્યુઝન ટચ આપો. દા.ત. જ્યોમેટ્રિકલ કે એબસ્ટ્રેક્ટ પ્રિન્ટની સાડી સાથે શર્ટ સ્ટાઇલ બ્લાઉઝ કે ક્રોપ ટોપ પહેરો. લેયરીંગ માટે બોહો સ્ટાઇલ જેકેટ કે કોટ પહેરી શકાય.
    શર્ટ-સ્કર્ટ કોમ્બો
    શર્ટ અને ર્સ્કટનો વિચાર કરો તો તમારી નજર સમક્ષ એક ફોર્મલ પીસ દેખાશે. વાઇબ્રન્ટ કલર અથવા પેચવર્ક કે થ્રેડ વર્કવાળા પીસ પસંદ કરશો તો એ ફ્યુઝન થઇ જશે. ફેસ્ટિવ વેરમાં ફ્યુઝન સ્ટાઇલ સ્કર્ટ-ટોપ પસંદ કરો. તેની સાથે ડ્રેસ જ્વેલરી, મોજડી કે ચંપલ પહેરી શકાય. સાથે મિરરવર્ક અથવા એમ્બ્રોઇડરીવાળાં પોટલી બેગ કે ક્લચ લેવાનું ભૂલશો નહીં.

Most Popular

To Top