Fashion

ફેસ્ટિવ ફેશન ટિપ્સ: ટ્રેડિશનલ સાથે વેસ્ટર્ન ટચ આપતા આ આઉફિટ્સ તમને પરફેક્ટ લુક આપશે

રોશની, ખાણીપીણી અને ફેશનનો તહેવાર એટલે દિવાળી. આપણે ઘર અને ઓફિસને લાઈટ અને રંગોળીથી ડેકોરેટ કરીએ છીએ. આ પાંચ દિવસના પર્વમાં આપણે સુંદર આઉટફિટ્સ પણ પહેરીએ છીએ. દિવાળી પર દરેક વ્યક્તિ સ્ટાઈલિશ અને સુંદર દેખાવા ઈચ્છે છે. પૂજા માટે અને પરિવાર સાથે મળી યાદગાર પર્વ ઉજવવા નવાં નવાં ફેશનેબલ કપડાં પહેરી તૈયાર થાય છે. દિવાળી પર થોડી આસાન ટિપ્સ અજમાવી તમે સ્ટાઈલિશ લુક મેળવી શકો છો

તહેવારમાં સ્પેશ્યલ લુક માટે આઉટફિટ્સના રંગથી માંડી સ્ટાઈલ અને ડિઝાઈન પર ધ્યાન આપવું જોઈએ. સાથે જ મેકઅપ, જ્વેલરી, હેરસ્ટાઈલ અને ફૂટવેર પણ આઉટફિટ્સને અનુરૂપ હોય તો પરફેક્ટ લુક મળી શકે છે. તમે ટ્રેડિશનલ કપડાં પહેરીને પણ આકર્ષક દેખાઈ શકો છો. દિવાળીમાં શું પહેરવું એ અંગે દ્વિધામાં છો? તો અપનાવો આ ટિપ્સ…
આઉટફિટ્સ કલર્સ
આઉટફિટ્સ ગમે તે કટ કે સ્ટાઈલનાં હોય એના રંગ ખુશનુમા ન હોય તો એ બેજાન લાગે છે. તહેવારમાં રંગ જ સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. રેડ અને યલો તો સારા લાગે જ છે પરંતુ પર્પલ, લવંડર, રસ્ટ ઓરેન્જ, ફુશિયા પિન્ક એવા રંગ છે જે વાઈબ્રન્ટ લાગે છે.

ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસિસ
જો તમે મોડર્ન દિવાળી આઉટફિટ્સની શોધમાં હો તો ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસિસ બેસ્ટ ઓપ્શન છે.
કન્ટેમ્પરરી અને ટ્રેડિશનલ ફેશનનું ફ્યુઝન તમને આકર્ષક બનાવશે. તમે નેરો બોટ્મ પેન્ટસ સાથે ક્રોપ ટોપ, ફ્રન્ટ સ્લીટવાળા ગાઉન, પલાઝો સાથે શ્રગ અથવા તો ઈન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલમાં સાડી પહેરી શકો.
સિગારેટ પેન્ટસ વીથ લોંગ જેકેટ
તમારા એથનિક વોર્ડરોબમાં ગ્લેમરનો ટચ આપવા માંગો છો? તો લોંગ જેકેટ સાથે સિગારેટ પેન્ટ પરફેક્ટ ચોઈસ છે. સિગારેટ પેન્ટ અને જેકેટ અનેક સ્ટાઈલ, કલર્સ અને પેટર્ન્સમાં મળે છે. જેકેટ પર એમ્બ્રોઈડરી હશે તો એ ફેસ્ટિવ વાઈબ્સ આપશે. તમે પેસ્ટલ કલર અથવા બ્રાઈટ શેડ્સ પસંદ કરી શકો.

પલાઝો પેન્ટ વીથ ક્રોપ ટોપ
જો તમે કમ્ફર્ટમાં કોમ્પ્રોમાઈઝ કરવા ઈચ્છતાં ન હો તો પલાઝો પેન્ટ અને ક્રોપ ટોપ એક સ્ટાઈલિશ ઓપ્શન છે. ફ્લોરલ પ્રિન્ટસથી માંડી એમ્બ્રોઈડર્ડ ડિઝાઈન્સ અને પેસ્ટલ કલરથી લઈ બોલ્ડ કલર્સમાં તમને અનેક વેરાઈટી મળી જશે. તમે પલાઝો લોન્ગ જેકેટ અને ઓફ શોલ્ડર ટોપ સાથે પણ પહેરી શકો.
ધોતી પેન્ટસ વીથ ક્રોપ ટોપ્સ
જો તમે ફેશનેબલ અને સોફિસ્ટિકેટેડ સ્ટેટમેન્ટ પીસ પહેરવા ઈચ્છતાં હો તો તમારે દિવાળી ડ્રેસ કલેકશનમાં ધોતી પેન્ટ વીથ ક્રોપ ટોપનો સમાવેશ કરવો જ જોઈએ. યુવાન છોકરીઓ માટે એ પરફેક્ટ છે. ઈન્ડો-વેસ્ટર્ન લુક મેળવવા ક્રોપ ટોપ સાથે લોંગ જેકેટ પહેરો અથવા ડિઝાઈનર દુપટ્ટા સાથે સ્ટાઈલ કરો.

શરારા સૂટ
જો તમે લાઈટવેટ છતાં ટ્રેડિશનલ દિવાળી આઉટફિટ્સ અંગે વિચારતાં હો તો શરારા સૂટ પરફેક્ટ ચોઈસ છે. અનારકલી અને સ્ટ્રેટ કટ સ્ટાઈલ આજકાલ લોકપ્રિય છે.
લોંગ એથનિક ગાઉન
એથનિક ગાઉન એલિગન્સ અને સોફિસ્ટીકેશન આપે છે. એમાં કલર્સ, સિમ્પલથી માંડી ઈન્ટ્રીકેટ પેટર્ન્સ અને કમ્ફર્ટેબલ ફેબ્રિકમાં ઘણી વેરાયટી સહેલાઈથી મળી રહેશે.

રફલ સાડી
રફલ સાડી ફેશન વર્લ્ડમાં ટ્રેન્ડ કરે છે કારણ કે એ ઓછા પ્રયત્ને ગ્લેમરસ લુક આપે છે. એ કમ્ફર્ટેબલ હોય છે અને પરફેક્ટ દિવાળી આઉટફીટ છે. ફ્લેર્સ સાથે રફલ પેટર્ન્સ તથા ટ્વિસ્ટેડ સ્વર્લસ ટ્રેન્ડમાં છે. આ ટ્રેડિશનલ એપિઅરન્સ માટે તમારી પાસે મેચીંગ પીસીસ અને એસેસરીઝ હોય એ ધ્યાન રાખો.
ફૂટવેર
સાડી પહેરતાં હો તો કમ્ફર્ટેબલ ચંપલ કે સેન્ડલ પસંદ કરો. બાકી કોઈ પણ ડ્રેસ પર એમ્બ્રોઈડરીવાળી જૂતી સરસ લાગશે. જો તમને હીલ્સ પહેરવાની ટેવ ન હોય તો કમ્ફર્ટેબલ ફ્લેટ ચંપલ જ પહેરો.
જ્વેલરી
તમે જ્યારે કોઈ ઔપચારિક ફંક્શનમાં જતાં હો ત્યારે ડ્રેસ ભારે હોય તો જ્વેલરી લાઈટ હોઈ શકે પરંતુ તહેવારોમાં તો હેવી કુંદન નેકલેસ અને ઝુમખા પહેરો. મિનિમલ લુક ઈચ્છતાં હો તો ચોકર સાથે નાના ઝુમખા પહેરો. કંઈક અલગ, હટકર દેખાવા ઈચ્છતાં હો તો પોનીટેલ વાળો, ગજરો, કપાળ પર બિંદી અને કાનમાં ફક્ત ચાંદબાલી.

Most Popular

To Top