Charchapatra

તહેવારપ્રેમી સુરતીઓ

સમગ્ર દેશમાં તહેવારોની ઉજવણી એક દિવસ પૂરતી સીમિત હોય છે. જ્યારે સુરતમાં તહેવારો અનેક દિવસો સુધી ઉજવાય છે.તહેવારોની વિશેષ ઉજવણી સુરતીઓની જીવનશૈલીનું અભિન્ન અંગ છે.પહેલાં કરતાં આજે તહેવારોની ઉજવણીનો સમય ઓછો થયો છે પણ તહેવારોની ઉજવણી તો રંગેચંગે જ થાય છે.દિવાળીમાં કાળી ચૌદશ સુધી કામધંધા ચાલે છે.લાભ પાંચમ સુધી રજા હોય છે.પૂનમ સુધી કામકાજ ધીમું હોય છે.ઉત્તરાયણની ઉજવણી બે દિવસ સુધી ચાલે છે.ઉત્તરાયણના બીજા દિવસને સુરતીઓ ટિકરાત કહે છે.હોળીના દિવસે બપોર સુધી કામકાજ થાય અને રંગપાંચમ સુધી સુરતીઓ હોળીની ઉજવણી કરે અને પાંચ દિવસ સુધી સમૂહ જમણવારો થાય.

બળેવ બે દિવસ મનાવાય.પૂનમના દિવસે બ્રાહ્મણની બળેવ અને બીજે દિવસે સુરતી બળેવ.જન્માષ્ટમીના દિવસે કૃષ્ણજન્મની ઉજવણી થાય અને બીજા દિવસે છડીનોમના દિવસે છડી જોવા જાય.અમાસ સુધી મેળામાં મહાલવા જાય.નવરાત્રીમાં આઠમના દિવસે રજા હોય.શરૂઆતમાં ટેક્સટાઇલ માર્કેટના બિનસુરતી વેપારીઓ ભાઈબીજથી દુકાને બેસી જતા હતા.આજે તેઓ પણ સુરતી રંગે રંગાઈ ગયા છે.સુરતમાં તાપીમાતાની મહેર છે.શ્રીમંત હોય કે મધ્યમવર્ગ અને ગરીબ,તહેવારોની ઉજવણી તો સુરતીઓ રંગેચંગે જ કરે છે.
સુરત     – કિરીટ મેઘાવાલા દલાલ  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દંભી રાષ્ટ્રપ્રેમ દંભી ઔપચારિકતા
રાષ્ટ્રીય તહેવારો હોય કે સામાજિક કે ધાર્મિક. જેઓનું પેટ ભરાયેલું હોય તેઓ જ પ્રેમનો ઓડકાર ખાય. દંભી ઔપચારિકતા લગભગ આપણે દરેક જણ અપનાવીએ છીએ. દેશ પર આક્રમણ થાય ત્યારે આપણે સંપી જઈએ છીએ.  દેશપ્રેમ જોવો હોય તો જાપાન જેવા આંગળીના વેઢે ગણાય એવા દેશો પણ છે. ગંદા રાજકારણે દેશ પ્રેમને ડહોળી નાંખ્યો, એક થાળીમાં ખાનારા, ધંધા રોજગારમાં  સહભાગીદારોને રાજકારણે એક બીજાના મનમાં ઝેરના બીજ વાવ્યા.
સુરત     – અનિલ શાહ દલાલ  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top