Top News

ખંડિત ફોટોફ્રેમમાંથી બનાવાય છે ખાતર ને મૂર્તિઓમાંથી ફ્લાવર્સ પોટ

આપણને ઘણી વખત પીપળ કે વડના ઝાડ નીચે રઝળતી હાલતમાં દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ અને ફોટા જોવા મળતા હોય છે. સારા પ્રસંગો પર લોકો ભગવાનને મૂર્તિ અને ફોટા સ્વરૂપમાં ઘરે લઈ આવે છે પણ જ્યારે તે મૂર્તિ ખંડિત થાય ત્યારે તેને ઝાડ નીચે મૂકી દેતાં હોય અથવા કચરામાં ફોટા જવા દેતાં હોય છે. સુરતનો 26 વર્ષનો યુવક યશ પટેલ ગૌ સેવા કરતો ત્યારે તેને આ રીતે મૂર્તિઓ અને ફોટા જોવા મળતા તેણે આવી મૂર્તિઓનું કઈ રીતે પ્રોપર રીતે વિસર્જન કરી શકાય તેના પર મનોમંથન કર્યું અને પછી એણે જે કર્યું તેની આજે સુરતના લોકો તારીફોના પુલ બાંધી રહ્યા છે. તેણે મિત્રો, પરિવાર, રિલેટિવ્ઝ સાથે મળીને જે કર્યું તેના કારણે સુરતના કેટલાંક વૃક્ષોને પોષણ મળ્યું, કેટલાંક ફૂલછોડ મહોરી ઉઠ્યા. આ યુવાને બીજા યુવાઓ અને સુરતના કેટલાંક સેવાભાવી લોકો સાથે ભેગા મળી આવી મૂર્તિઓ અને ફોટોફ્રેમના કલેક્શન માટે રક્ષાપેટી બનાવી અને આ મૂર્તિઓ, ફોટોફ્રેમનું શું કર્યું ચાલો જાણીએ…

ભગવાનની રક્ષાપેટીમાં 15 હજાર ખંડિત મૂર્તિઓ અને ફોટોફ્રેમ એકત્રિત કરાયા
પાલમાં સ્થિત ૐ તાપ્તિ કુબેરેશ્વર મંદિરના પ્રાંગણમાં 26-2-2025 મહાશિવરાત્રીએ ફ્રેન્ડસ અને રિલેટિવ્ઝના સહયોગથી પતરાની ભગવાનની રક્ષા પેટીની સ્થાપના યશ પટેલ દ્વારા કરવામાં આવી. આ પાયલોટ પ્રોજેકટ અંતર્ગત 8 મહિનામાં લગભગ 15000 જેટલી ભગવાનની ખંડિત મૂર્તિઓ અને ફોટોફ્રેમ એકત્રિત થયા. આ પેટી પતરાની છે તેને બનાવવા માટે 30 હજાર રૂ. જેટલો ખર્ચ થયો હતો. તે પૈસા મિત્રો, સગા સંબંધી અને લોકો તરફથી ડોનેશનમાં મળ્યા હતાં. 18 મૂર્તિ અને ફોટોફ્રેમ સમાવવાની આ પેટીની ક્ષમતા છે. લોકો પેટીની બહાર પણ મૂર્તિઓ અને ફોટોફ્રેમ મૂકી જાય છે. મૂર્તિ, ફોટોફ્રેમ ઉપરાંત ફૂલહાર અને ભગવાનના વસ્ત્રો પણ લોકો મૂકી જાય છે. ફુલહારમાંથી ખાતર પણ બનાવાય છે.

ભગવાનની રક્ષાપેટીની સ્થાપના કરવાની આ રીતે મળી પ્રેરણા

26 વર્ષના યશ પટેલ બેંકમાં જોબ કરે છે. તેમણે જણાવ્યું કે ગાયો, કૂતરા અને પક્ષીઓને ખવડાવવું મને ગમે છે. પશુ-પક્ષીઓ માટેની સેવા દરમ્યાન મેં જોયું કે લોકો સારા કામ માટે ભગવાનની મૂર્તિ અને ભગવાનના ફોટોવાળી ફોટોફ્રેમ ઘરે લઈ આવે છે પણ તે જ્યારે ખંડિત થાય ત્યારે પીપળા કે વડના ઝાડ નીચે મૂકી દેતા હોય છે. કોઈક લોકો તો કચરામાં તે મૂકી દેતાં હોય. ભગવાનના ફોટા અને મૂર્તિઓનું ઉપયોગી બને તે રીતે વિસર્જન થાય તેવા ઉદ્દેશ્યથી ભગવાનની રક્ષાપેટીની સ્થાપના કરવાની પ્રેરણા મળી. માટીની મૂર્તિ હોય તો લોકો તે જમીનમાં ડાટી દેતાં હોય પણ લાકડા અને પ્લાસ્ટિકની હોય તો ઝાડ નીચે મૂકી દે એવું થતું હોય છે. જ્યારે આ પેટી મૂર્તિ અને ફોટોફ્રેમથી ફૂલ થઈ જાય એટલે અમે અને કેટલાંક સેવાભાવી લોકો આ મૂર્તિઓને પેટીમાંથી બહાર કાઢી કોઈને દોષ ન લાગે એ હેતુથી બ્રાહ્મણ પાસે એકથી દોઢ કલાકની વૈદિક વિધિ કરાવીને પછી વિસર્જન કરીએ છીએ. અમે મિત્રવર્તુળ અને રિલેટિવ્ઝ તથા અમારી સાથે સેવાભાવથી જોડાયા છે એવા 30 જેટલાં લોકોએ ભેગા થઈને આ કામ માટે એક ટ્રસ્ટ ઉભું કર્યું છે.
ભગવાનની રક્ષાપેટીમાં 15 હજાર ખંડિત મૂર્તિઓ અને ફોટોફ્રેમ એકત્રિત કરાયા
પાલમાં સ્થિત ૐ તાપ્તિ કુબેરેશ્વર મંદિરના પ્રાંગણમાં 26-2-2025 મહાશિવરાત્રીએ ફ્રેન્ડસ અને રિલેટિવ્ઝના સહયોગથી પતરાની ભગવાનની રક્ષા પેટીની સ્થાપના યશ પટેલ દ્વારા કરવામાં આવી. આ પાયલોટ પ્રોજેકટ અંતર્ગત 8 મહિનામાં લગભગ 15000 જેટલી ભગવાનની ખંડિત મૂર્તિઓ અને ફોટોફ્રેમ એકત્રિત થયા. આ પેટી પતરાની છે તેને બનાવવા માટે 30 હજાર રૂ. જેટલો ખર્ચ થયો હતો. તે પૈસા મિત્રો, સગા સંબંધી અને લોકો તરફથી ડોનેશનમાં મળ્યા હતાં. 18 મૂર્તિ અને ફોટોફ્રેમ સમાવવાની આ પેટીની ક્ષમતા છે. લોકો પેટીની બહાર પણ મૂર્તિઓ અને ફોટોફ્રેમ મૂકી જાય છે. મૂર્તિ, ફોટોફ્રેમ ઉપરાંત ફૂલહાર અને ભગવાનના વસ્ત્રો પણ લોકો મૂકી જાય છે. ફુલહારમાંથી ખાતર પણ બનાવાય છે.
ભગવાનની ફોટોફ્રેમમાંથી 70થી 80 કિલો ખાતર બનાવ્યું

યશ પટેલે જણાવ્યું કે ભગવાનની રક્ષાપેટીમાં એકત્રિત થતા ભગવાનની ખંડિત થયેલી લાકડાની ફોટોફ્રેમમાંથી અમે ફોટો કાઢી લઈએ અને તે ફ્રેમને અમે ભરૂચની એક ફેક્ટરીમાં ભુક્કો કરવા મોકલીએ. ગ્રાઈન્ડ કરતાં લાકડાનો જે ભુક્કો થાય તે સુરત લાવીએ અને અમારી માસમામાં એક ગૌશાળા છે તેનું છાણ સુકવીએ અને તેનો પાઉડર કરીએ પછી લાકડાનો ભુક્કો અને છાણના પાઉડરને મિક્સ કરી ખાતર બનાવીએ. આ રીતે અમે 70થી 80 કિલો ખાતર બનાવ્યું છે. આ ખાતરમાં અમે જ્યાં પણ ગૌ સેવા માટે જઈએ ત્યાં ઝાડ હોય ત્યાં ખાડો ખોદીને ખાતર નાખીએ પછી ખાડો પુરી દઈએ.
જે મૂર્તિઓનું રિસાયકલિંગ નથી થઈ શકતું તેનું મધદરિયે વિસર્જન

99 ટકા મૂર્તિઓ અને ફોટોફ્રેમનું રિસાયકલિંગ થઈ જાય છે પણ જે મૂર્તિઓનું રિસાયકલિંગ થઈ શકે તેમ નહીં હોય તેનું મધદરિયે વિસર્જન કરાય છે. આવી મૂર્તિઓ અમે બોટવાળાના હાથમાં આપીએ અને પછી તેઓ મૂર્તિઓની વિસર્જન પ્રક્રિયા કરે છે. યશ પટેલે જણાવ્યું કે હું કોરોના કાળથી અડાજણ વિસ્તારની નાની મોટી ગૌશાળામાં જઈને ગાયોને ઘાસચારો ખવડાવું છું. મારી સાથે બીજા લોકો પણ જોડાયા છે. હું મહિને મારા અને ફેમિલીના 5થી 10 હજાર રૂપિયા ઘાસચારા માટે કાઢું અને મિત્રો, રિલેટિવ્ઝ તથા બીજા લોકો ડોનેશન આપે છે.
વોટ્સએપ ગ્રુપ, પેમ્ફ્લેટ અને બેનરના માધ્યમથી લોકોને રક્ષાપેટીની જાણ કરાઈ
યશ પટેલે જણાવ્યું કે આ રક્ષાપેટી વિશે લોકોને જાણ થાય તે માટે અમે વોટ્સએપ પ્લેટફોર્મનો સહારો લીધો અને વોટ્સએપ ગ્રુપ બનાવ્યા. અડાજણમાં કેટલાક મંદિરોમાં આ રક્ષા પેટીની બાબતના બેનર લગાવ્યા અને પેમ્ફ્લેટ વહેંચ્યા. આ રીતે લોકોમાં મૂર્તિ અને ફોટા બાબતમાં અવેરનેસ ઉભી કરી જેથી લોકો મૂર્તિ કે ફોટા ઝાડ નીચે કે બીજી કોઈ જગ્યા પર નહીં મૂકે. કાંચની મૂર્તિ આવી હતી તેને પીગળાવીને કાંચના ગ્લાસ બનાવવા બાબતમાં R & D ચાલી રહ્યું છે. ધાતુની મૂર્તિઓ હજી સુધી આવી નથી પણ તે આવશે તો તેમાંથી પણ કુંડા બનાવવાની વિચારણા ચાલી રહી છે.

પ્લાસ્ટિકની ખંડિત ફોટોફ્રેમ અને મૂર્તિમાંથી ફૂલછોડ માટેના કુંડા બનાવ્યા

યશ પટેલે જણાવ્યું કે ભગવાનની રક્ષાપેટીમાં 99 ટકા લાકડા અને પ્લાસ્ટિકની ભગવાનની ખંડિત ફોટોફ્રેમ અને મૂર્તિ એકત્રિત થાય છે. પ્લાસ્ટિકને પણ અમે ગ્રાઈન્ડ કરવા ભરૂચની ફેક્ટરીમાં મોકલ્યું હતું. તેના પથ્થર જેવા નાના નાના ટુકડા ગ્રાઈન્ડરમાંથી બહાર આવે જેને ઓગાળી પ્લાસ્ટીકના કુંડા બનાવવામાં આવે છે. આવા 15 થી 20 જેટલા કુંડા બનાવી અમે ત્યાંના એક બે મંદિરમાં આપ્યા હતાં.

Most Popular

To Top