ભારતમાં અપવાદ સિવાય અનેક રાજયોમાં દારૂબંધીને હળવી બનાવી. ગાંધી ઇમેજને બચાવવા, દારૂબંધીની અમલવારી નિષ્ફળ બનાવવા માટે જવાબદાર વહીવટી તંત્ર અમલદારોના આજીવન શાલિયાણાં બંધ થઇ જાય. ટૂંકા પગારવાળાની, દોમદોમ સાહ્યબી આવાં લોકોની લકઝરી લાઇફ પર આપોઆપ બંધી આવી પડે. કરોડોની આબકારી જકાત ગુમાવનાર ગુજરાત સરકાર ગાંધીના નામે મમત પર ચઢી છે. કેજરીવાલ આ નબળી નસને પારખી જઇ, દારૂની દુકાનો પ્રિમીયમ પર ખોલવાની છૂટ આપી. આબકારી જકાતમાં અધધ વધારો થયો. આ આવકને જનકલ્યાણાર્થે વાપરી, લોકોની મોંઘવારીનો માર ઓછો કરી, લોકોનાં પ્રીતિપાત્ર બન્યાં. ભારત સરકારનો ગરાસ છીનવાઇ જવાના બીકે કેજરીવાલના કેબીનેટ મંત્રી પર વાહિયાત આરોપો મૂકી પોતાની નિષ્ફળતા છુપાવવા ષડયંત્રના ભોગ બનાવવા, અમાનવીય અને મેન્ટલી ટોર્ચર કરવા ધોંસ વધારી, પણ મકકમ મનોબળનો જરા પણ આંચ આવી નથી.
રાંદેર – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શાલિયાણાં બંધ થવાની બીકે
By
Posted on