SURAT

તંત્ર ઉંઘી રહ્યું છે: સુરતમાં શ્વાનનો આંતક યથાવત્, ભેસ્તાનમાં બે બાળકી પર કર્યો હુમલો

સુરત: સુરતમાં (Surat) રખડતાં શ્વાનનો (Dog) આંતક દિવસને દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે બાળકી પર શ્વાનો દ્વારા હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. રખડતા શ્વાનોએ બાળકીઓના માથા-પગ તેમજ કમરના ભાગે બચકા ભર્યા હતા. બાળકીઓના રડવાનો અવાજ સાંભળીને સ્થાનિકોએ શ્વાનના ચુંગલમાંથી બાળકીઓને બચાવી હતી. બંને બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર બાદ બંને બાળકીઓને રજા આપવામાં આવી હતી.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ઉમ્મીદનગર સોસાયટીમાં શનિવારે રાત્રે બે બાળકીઓ પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઘર પાસે રમતી બે બાળકી પર સોસાયટીમાં રખડતાં શ્વાનોએ હુમલો કર્યો હતો. શ્વાને બંને બાળકીના પગ-માથે તેમજ કમરના ભાગે બચકાં ભર્યા હતા. બાળકીનો રડવાનો અવાજ સાંભળીને સ્થાનિકોએ દોડીને બંને બાળકીને બચાવી લીધી હતી. રખડતા કુતરાઓના આંતકના કારણે સ્થાનિકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ અગાઉ પર ખજોદમાં બે વર્ષીય બાળકીને ત્રણ-ચાર શ્વાનોએ હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. શ્વાનના હુમલાના કારણે બાળકનું મોત થતા પાલિક તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.

ભેસ્તાનમાં બે બાળકીઓ પર શ્વાનનો હુમલો
શહેરના ભેસ્તાન સ્થિત ઉમ્મીદનગરમાં રહેતી 5 વર્ષીય અનાઈશા ઇબ્રાહીમ શેખ અને 6 વર્ષીય શાદીયાબી કમરાજ શાહ શનિવારે મોડી સાંજે ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન એક શ્વાન બંને બાળક પાસે દોડી આવ્યો હતો. અને ત્યાર બાદ શ્વાન બંને પર તૂટી પડ્યો હતો. બંને બાળકીઓ કંઈક સમજે તે પહેલા જ શ્વાને અનાઈશાના માથામાં અને શાદીયાબીના કમર, ગાલ અને પગે કરડી લીધું હતું. જેને લઇ બંને બાળકીઓ કોઈ બૂમાબૂમ કરી દીધી હતી. અને ખૂબ જ ગભરાઈ ગઈ હતી. શ્વાનનો હુમલો જોઈ ગભરાઈ ગયેલી બાળકીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. સ્થાનિકો આ દ્રશ્યો જોઈ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને શ્વાનને ત્યાંથી ભગાડી બાળકીઓને બચાવી હતી. ત્યાર બાદ બંને બાળકીના પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ખજોદ સ્થિત ડાયમંડ બુર્સમાં આવેલી લેબર કોલોનીમાં ત્રણ-ચાર શ્વાને કરેલા હુમલા બાદ બે વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું. બે વર્ષીય બાળકીનું મોત થયું હોવા છતાં પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થતા લોકોમાં રોષ સાથે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top