Charchapatra

ડસ્ટબીન વગર શહેરમાં રોગોનો ભય

સ્માર્ટગીરી બનાવવા માટે સુરતમાં ઠેર ઠેર મુકેલી કચરાપેટી હટાવી દેવામાં આવી છે. પણ જનતા હજુ આ બાબતે સ્માર્ટ નથી બની હજી પણ ગમે ત્યાં જ  કચરા નાખે છે. વળી તેમાં કચરાપેટી હટાવવાથી કચરો, જેમકે શાકભાજીના છોડા, રોટલીઓ, સડેલા ફ્રૂટ વિ. ગમે તેમ નાંખવામાં આવે છે. ગાયને ખવડાવવા માટે પણ ઘરનો વધેલો ખોરાક ગમે તેમ નાંખી દે છે.

આનાથી બેકટેરિયા ઊભા થાય અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત વધી જાય છે.  અને જે નાની નાની કચરાપેટી પણ બનાવવામાં આવી છે. તે પણ તૂટી ગયેલ જોવા મળે છે.  અને કચરો બહાર પડીને રસ્તા ઉપર ગમે ત્યાં વિખરાય જાય છે. આવી કચરાપેટીનો શું અર્થ?

જનતા વેરો ભરે છે. તો તેને બદલે તમારે શહેર સ્વચ્છ રાખવા માટે યોગ્ય કચરાપેટી બનાવવી જોઇએ.  અને સ્વચ્છ શહેર રાખવું જોઇએ. એટલે જ આપણું શહેર હાલમાં સ્વચ્છતામાં પાછળ ધકેલાઇ ગયું. ભણેલા જ કચરો ગમે ત્યાં નાંખે છે. અને જેને અભણ સમજીને ચાલીએ છીએ એ સફાઇ કરે છે.

સુરત     -કલ્પના વૈદ્ય -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top