લુણાવાડા : મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં પશુઓનો ત્રાસ વધી ગયો છે. જાહેર રસ્તા પર દિવસ અને રાત્રે અડીંગો જમાવી બેઠેલા પશુઓના કારણે ટ્રાફિકને નડતરરૂપ થાય છે. આ ઉપરાંત કેટલીક વખત મહિલા, બાળકો કે વરિષ્ઠ નાગરિકો તેમના શીંગડે ચડી જાય છે. આ અંગે પાલિકામાં રજુઆત કરી પગલાં ભરવા અનેક વખત માંગ કરી છતાં આંખ ઉઘડતી નથી. જેના કારણે ભારે રોષની લાગણી જન્મી છે. લુણાવાડામાં મુખ્ય માર્ગ પર વાહનોની અવર જવર વચ્ચે રખડતા પશુઓ બિન્દાસ રસ્તા પર પોતાનો અડિંગો જમાવી બેઠા છે.
લુણાવડા નગરપાલિકા ગાંઠ નિંદ્રા માં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લુણાવાડાના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ રસ્તા વચ્ચે પોતાની બેઠક બનાવી બેઠા છે ત્યારે આ માર્ગો પરથી રોજિંદા અસંખ્ય વાહન ચાલકો, રાહદારી, શાળાએ જતા બાળકો, હોસ્પિટલે જતા દર્દીઓ તેમજ ઇમર્જન્સી વાહનોની અવર જવર રહેતી હોય છે, લુણાવાડા નગરમાં ઠેર ઠેર રખડતા પશુઓ જાહેર રસ્તા પર આવી ચડ્યા છે. જેના કારણે વાહચાલકોને સતત અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે અને અગાઉના સમયમાં રખડતા પશુઓના કારણે ઘણીવાર અકસ્માતો સર્જાઈ ચુક્યા છે તેમ છતાં લુણાવાડા પાલિકાના બાબુઓ કોઈજ પ્રકારની કાર્યવાહી કરવા તૈયાર નથી. આ રસ્તે થી પસાર થતા વાહચાલકો ની સાથે સાથે લુણાવાડા નગર ના તમામ મોટા અધિકારીઓ ને પણ રસ્તા પર આ મૂંગા પશુઓ દેખાઈ રહ્યા છે તેમ છતાં તંત્ર મગ નું નામ મરી પાડવા તૈયાર નથી. લુણાવાડા નગરપાલિકા દ્વારા આજ દિન સુધી રખડતા પશુઓને પકડવા માટે કોઈજ પગલાં લેવામાં આવ્યા નથી. આવનારા સમયમાં આ રસ્તા વચ્ચે રખડતા પશુઓના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય અને તેમાં કોઈ માનવી નો જીવ જાય તો નવાઈ નહીં.
આ અંગે નગરજનોનું કહેવું છે કે, આ રસ્તા પર રખડતા પશુઓ જોઈને લાગે છે કે લુણાવાડામાં નગરપાલિકા હશે ? કે પછી કેમ ? તે એક મોટો સવાલ ઉત્પન્ન થયો છે. જો લુણાવાડામાં નગરપાલિકા જીવિત અવસ્થામાં હોય, કામગીરી કરવામાં સક્ષમ હોય અને તે રખડતા પશુઓ પકડી કામગીરી કરવામાં આવે તો લુણાવાળા નગરની મોટામાં મોટી સમસ્યા દૂર થઈ શકે તેમ છે. લુણાવાડા માં રખડતા પશુઓ ઠેર ઠેર પોતાના અડ્ડાઓ જમાવી બેઠા છે. અને તેના કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેમ છે. લુણાવાડા નગરના વાસીઓ નગરપાલિકા પાસે આશા લઈને ફરી રહ્યા છે કે તંત્ર જાગશે અને આ રખડતા પશુઓ ની સમસ્યા દૂર કરશે તેવી આશા લઈને ફરી રહ્યા છે.