હું આજના તા. 05/09/2023નાં રોજ શિક્ષકદિન ગયો. હું મારી જીંદગીને ઘડવા બદલ હું મારા તમામ શિક્ષકોને હ્દયપૂર્વક નમન કરું છું. જેમના કારણે મારા જેવા ઘણા વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ ઉચ્ચ નિતીમતા ધરાવતા ગુણો વિકસાવી, સારી નોકરી તેમજ સારી જીંદગી જીવવા માટે તક મળી. મારે આજે વાત કરવી છે એવા ભૂતપૂર્વ શિક્ષકો વિષે કે જેઓનાં ધાક તેમજ સજાના ડરનાં કારણે વિદ્યાર્થીઓએ ઘણી સફળતા હાંસલ કરેલ છે. અમારા સમયના લગભગ તમામ વિદ્યાર્થીઓનાં માતા-પિતા દ્વારા શિક્ષકોને પૂરતું પીઠબળ મળતું અને શિક્ષકોને પોતાના બાળકોને સજા કરીને પણ અભ્યાસમાં આગળ વધારવા પ્રોત્સાહન આપતા અને તે બદલ શિક્ષકોનો આભાર પણ માનતા.
હવે આજના બદલાયેલા સમય સંજોગો અન્હસાર વિદ્યાર્થીઓને સજા કરવી કે મારા મારવો એ શિક્ષકો માટે ગુનો બન્યો છે. આજનાં માતા પિતા પણ પોતાના બાળકોને મારવા બદલ શિક્ષકોને ગુનેહગાર ઠરાવે છે અને માફી પત્ર લખાવે છે જેનાં કારણે આજના બાળકોમાં શિક્ષકનો ડર જતો રહ્યો છે. અને પોતાની વર્તણુંક યા અભ્યાસમાં સુધારો થતો નથી જેના કારણે આજના વિદ્યાર્થીઓને ઘણું નુકસાન થવાનો ભય ઉભો થયો છે.
આપણા દેશમાં પશ્ચિમનાં દેશોનો કાયદાનો દાખલો અપાય છે. જયાં પોતાના બાળકોને પણ શિક્ષા કરવી એ ગુનો છે જેને કારણે ત્યાંના બાળકો આપણા એશિયન દેશોનાં વિદ્યાર્થીઓની સરખામણીમાં પાછળ થતાં જોવા મળે છે. શાળા કોલેજ લેવલની ઘણી સ્પર્ધાઓમાં આપણા એશિયન દેશોનાં વિદ્યાર્થીઓ જેવા કે ચીન, જાપાન, ભારતનાં બાજી જીતી જતાં હોય છે. મારું સ્પષ્ટ પણે માનવું છે કે બાળકોમાં શિષ્ટ અને અભ્યાસ માટે શિક્ષકો તેમજ માતા પિતાનો ધાક-ડર હોવો જરૂરી છે. અને ડરનાં કારણે પણ અભ્યાસ તેમજ વર્તણૂંકમાં સુધારો થતો હોય તો ખોટું શું છે ?
સુરત – અસ્પી શ્રોફ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Ai :artificial intelligence:પ્રગતિ ની પરાકાષ્ઠા કે બેકારી નું જનક
ARTIFICIAL INTELLIGENCE એટલે એવી ‘ કૃત્રિમ બુદ્ધિ કે જે માણસ દ્વારા બનાવવામાં આવી છે.કોઈપણ કામની પ્રોસેસ ને ઓટોમેટિક બનાવવા દા.ત. ડ્રાઇવર વગર ની કાર tesla કંપની ., ai રોબોટ જે દસ વ્યકિત નું કામ કરી શકે ( માનવ – મજૂરી ઘટાડે સાથે બેકારી વધારે) , ગૂગલ સર્ચ માં યુઝર નાં જવાબો ઝડપથી અને ચોકસાઈ પૂર્વક આપવાં માટે Ai નો ઉપયોગ થાય છે. Ai ના ઉપયોગ થી યુટયુબ પર જે વીડિયો જોતાં હોઈએ તેવાં વીડિયો લાગલગાટ રજૂ થાય છે .
આમ , રોજિંદા જીવન માં ઉપયોગી છતાં આપણે તેનાથી બેખબર ! આજે ai દ્વારા ઘણાં ક્ષેત્ર( શિક્ષણ, મેડિકલ, બેંકિગ )પ્રભાવિત થયાં છે જેથી માનવ ની નોકરી પર ખતરો છે અને નવી રોજગારી નું સર્જન પણ થયું છે. ચંદ્ર યાન ને ચંદ્ર પર લઈ જવામાં ai નો ઉપયોગ થયો છે. વધુ વિકસિત દેશોમાં એની બોલબાલા વધી છે. આમ Ai દ્વારા’ મન’ અને ‘ મૂન ‘( moon ) પર પહોંચી જવાયું . પણ એ જો રોજગારી અને મનુષ્ય ની સંવેદના ને સ્પર્શે તો એનું ઉધાર પાસું કહી શકાય.
સુરત – વૈશાલી શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.