ગેર કાનુની ધંધો કરવો હોય, છેતરપીંડી કરવી હોય તો બાપ દીકરાની ભાગીદારીનો ધંધો અતિ ઉત્તમ છે. પેઢી દેવાળુ ફૂંકે તો મારો પાર્ટનર દીકરો મારા કહ્યામાં નથી. આથી સહિયારી ભાગીદારીમાંથી મારા પાર્ટનર (દિકરો) ને કાનુની રાહે છુટો કરૂ છું. ભાગીદારીના કોઈપણ જાતના સ્થાવર જંગમ કે ભોગ બનનાર સીધો કાનુની રાહે જવાબદારી રહેતી નથી. આવા કાવાદાવા કે કાવત્રા કરવાની સલાહ આપનાર એડવોકેટને તો તેની ફી સાથે મતલબ. એક જ છત નીચે રહેનાર બાપ-દિકરાના ગોરખધંધાથી હવે વેપારીઓ અને ધંધાદારીઓ પણ વાકેફ થઈ ગયા છે.
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.