ખેડૂત નેતા રાકેશ ટિકેટનું (Rakesh Tikait) ગુજરાત (Gujarat) આગમન થયું છે. ટિકૈતે ગુજરાતમાં છાપરીથી પ્રવેશ કર્યો છે. જેમાં ખેડૂતોએ હળ આપી તેમનું સ્વાગત (Welcome) કર્યું છે. તથા સુરક્ષાને લઇને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જોકે તેઓ પાલનપુર (Palanpur) ખાતે પહોંચ્યા ત્યારે તેમનું કેટલાક લોકોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરતા ચકચાર મચી ગઇ હતી. ત્યાર બાદ ટિકૈત અને વાવટા ફરકાવનારા લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના પગલે પોલીસ દ્વારા કાળા વાવટા ફરકાવનારા લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. 2 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.
ખેડૂત નેતા રાકેશ ટિકેતનું (Rakesh Tikait) ગુજરાતમાં (Gujarat) આગમન થઈ ચુક્યું છે. તેઓ છાપરી બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશ્યા હતા. ગુજરાત પોલીસની 8 ગાડીનો કાફલો તેમની સાથે છે. તેઓ અંબાજી પહોંચી ગયા હતા. અંબાજી (Ambaji) દર્શન કર્યા બાદ તેઓ પાલનપુરમાં ખેડૂતો સાથે સંવાદ કરશે. રાકેશ ટિકેત ગુજરાતના ખેડૂતો સાથે ચર્ચા પણ કરશે. અંબાજી સર્કિટહાઉસ પહોંચેલા ખેડૂત નેતા રાકેશ ટિકેત સાથે મુલાકાત કરવા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચી ગયા હતા. ખેડૂતો દ્વારા ઢોલ નગારા સાથે તેઓનું સ્વાગત કરાયું હતુ. ટિકેતના ગુજરાત પ્રવાસને સફળ બનાવવા બાપુએ એડીચોટીનું જોર લગાવ્યું છે.
કિસાન નેતા રાકેશ ટિકૈત અને શંકર સિંહ વાઘેલા અંબાજીમાં દર્શન કરી કિસાન સંવાદ રથમાં બેસી દાંતા-પાલનપુર તરફ રવાના થયા હતા. જેમાં વચ્ચે ખેડૂતો દ્વારા ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતુ. કોંગ્રેસ દ્વારા રાકેશ ટિકૈતની ગુજરાત યાત્રાને સમર્થન આપવામાં આવ્યું છે. જો કે સભામાં અચાનક ધસી આવેલા લોકોએ જય શ્રી રામના નારાઓ સાથે કાળા વાવટા ફરકાવ્યા હતા. જેના પગલે ટિકૈતના સમર્થકો અને કાળા વાવટા ફરકાવનારા લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ દ્વારા 2 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.
કિસાન નેતા રાકેશ ટિકેત ટ્રેન મારફતે રાજસ્થાનના આબુરોડ પહોંચ્યા હતા. તેમજ સાથે ખેડૂત આગેવાનો પણ જોડાયા છે. તેમજ તેમણે જણાવ્યું કે આખા દેશમાં ખેડૂત આંદોલન (Farmers Protests) થશે. તેમજ ગુજરાતના ખેડૂતોને અન્યાય થાય છે. ખેડૂતોની સમસ્યાઓ માટે હું ગુજરાત આવ્યો છુ. કાલે બારડોલીમાં પબ્લિક મીટીંગ છે. સરકારના ત્રણ કાળા કાયદા છે તેમાં સરકાર ખેડૂતોના પાકને સસ્તામાં લુંટવાની યોજના બનાવી રહી છે. તે વાત ખેડૂતોને બતાવી છે.