ગયા રવિવારે ઉત્તરપ્રદેશના લખમીપુર ખીરીની (Lakhmipur Khiri) ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. કોંગ્રેસના (Congress Priyanka and Rahul Gandhi) પ્રિયંકા અને રાહુલ ગાંધી બાદ હવે પંજાબથી વિરોધ પ્રદર્શનના સમાચાર આવી રહ્યાં છે. હજુ ગયા મહિને જ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપનાર નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Sinh Sidhu) આ મામલામાં ઝંપલાવ્યું છે અને આજે પંજાબથી યુપી એક વાહન રેલી કાઢી (Punjab to UP Rally) છે. આ રેલીમાં 10,000થી વધુ વાહનોમાં સિદ્ધુના લાખો સમર્થકો જોડાય તેવી શક્યતા છે. રેલીના પ્રારંભે જ માહોલ તણાવયુક્ત બની ગયો છે. આ તરફ યુપીમાં સિદ્ધુની રેલીને પ્રવેશતા રોકવા માટે હરીયાણા બોર્ડર પર પોલીસ તૈનાત થઈ ગઈ છે. સિદ્ધુૂની રેલીને સરહાનપુર પાસે રોકી દેવામાં આવી છે. પોલીસે આગળ વધવાની મનાઈ ફરમાવી દીધી છે, પરંતુ સિદ્ધુ અને તેના સમર્થકો આગળ વધવાની માંગ સાથે અડી ગયા છે. સરહાનપુર પાસે ભારે ધાંધલધમાલ મચી ગઈ છે.
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની ઘટનાના વિરોધમાં અને ગૃહ રાજ્ય મંત્રીના દીકરાની ધરપકડ કરાવવાની માગ ઉઠી છે. કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષના નેતાઓ લખીમપુર ખીરી પહોંચી રહ્યા છે અને સરકારના માથે માછલા ધોઈ રહ્યાં છે. ઘટનાના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અપાવવા હવે નવજોત સિંહ સિદ્ધુ પણ મેદાને ઉતર્યા છે. સિંદ્ધુએ પંજાબના મોહાલીથી લખીમપુર ખીરી સુધી રેલી શરુ કરી છે. તેમની સાથે કોંગ્રેસના ઘણા મંત્રીઓ, ધારાસભ્યો અને નેતાઓ પણ છે. સિદ્ધુ કેટલાય કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સાથે ટ્રેક્ટર પર સવાર છે. તે દરમિયાન સિદ્ધુએ કહ્યું કે જો મંત્રીના દીકરાની ધરપકડ ના થઈ અને કાલ સુધી તપાસમાં સામેલ ન કરવામાં આવે તો તેઓ ભૂખ હડતાળ પર ઉતરશે.
પંજાબના કેબિનેટ મંત્રી પરગટ સિંહના જણાવ્યા પ્રમાણે જ્યા પણ આ કાફલાને રોકવામાં આવ્યો છે. ત્યા જ શાંતિપૂર્ણ પ્રદર્શન શરુ કરવામાં આવશે અને તેઓ આશા રાખી રહ્યા છે કે ઉત્તર પ્રદેશ સરકાર તેમને લખીમપુર ખીરી સુધી જવાની પરવાનગી આપશે. આ અગાઉ સવારે પ્રોટેસ્ટ માર્ચને લઈને મોહાલીના જીરકપુરમાં એરપોર્ટ રોડ પર કોંગ્રેસના કાર્યકર્તા એકત્ર થયા છે. મોહાલી એરપોર્ટ રોડ પર સીએમ ચરણજીત સિંહ ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુના મોટા-મોટા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
- સિદ્ધુએ દરેક ધારાસભ્યો અને નેતાને 200 ગાડીઓ લઈને રેલીમાં જોડાવાની અપીલ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ રેલી માર્ચ નવજોત સિંહ સિદ્ધુ માટે શક્તિ પરિક્ષણની જેમ છે.
- અજય કુમાર મિશ્રાની ધરપકડ કરવામાં આવે અને મૃતક ખેડૂતોના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માગ ઉઠી છે.
- જ્યા પણ આ કાફલાને રોકવામાં આવ્યો છે. ત્યા જ શાંતિપૂર્ણ પ્રદર્શન શરુ કરવામાં આવશે અને તેઓ આશા રાખી રહ્યા છે કે ઉત્તર પ્રદેશ સરકાર તેમને લખીમપુર ખીરી સુધી જવાની પરવાનગી આપશે.
કોંગ્રેસ નેતાઓ દાવો કરી રહ્યા છે કે આ રેલીમાં સમગ્ર પંજાબથી આશરે 10,000ની આસપાસ ગાડીઓ જોડાશે. સિદ્ધુએ દરેક ધારાસભ્યો અને નેતાને 200 ગાડીઓ લઈને રેલીમાં જોડાવાની અપીલ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ રેલી માર્ચ નવજોત સિંહ સિદ્ધુ માટે શક્તિ પરિક્ષણની જેમ છે. અને તેના લીધે જ સિદ્ધુ આ રેલીમાં કાર્યકર્તાઓની ભારે ભીડ અને વાહનોની લાંબી લાઈનો લગાવાના પ્રયત્નોમાં લાગ્યા છે. આ માર્ચને UP પોલીસ સહારનપુરની નજીક હરિયાણા સરહદ પર જ રોકી શકે છે.
આ અગાઉ ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના પ્રવાસને લઈને ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન રવિવારે લખીમપુર ખીરી જિલ્લાના તિકોનિયા વિસ્તારમાં ચાર ખેડૂતો સહિત 8 લોકોનાં મોત થયા હતાં. સંયુક્ત કિસાન મોર્ચા (SKM)એ આરોપ લગાવ્યો છે કે કેટલાક પ્રદર્શનકારી ખેડૂતોને કથિત રુપે બે SUV વાહનોથી કચડી નાખવામાં આવ્યા. ખેડૂત નેતાઓએ આરોપ લગાવ્યો હતો કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાનો દીકરો દુર્ઘટનામાં સામેલ એસયૂવી કારમાં સવાર હતો. અજય કુમાર મિશ્રાની ધરપકડ કરવામાં આવે અને મૃતક ખેડૂતોના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માગ ઉઠી છે.