Madhya Gujarat

ખેડૂતો ગ્રીન હાઉસ થકી ઉત્તમ ખેતી કરી બમણી આવક મેળવી શકે

આણંદ : આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા 15 દિવસનો ગ્રીન હાઉસ કે નેટહાઉસમાં ખેતી અંગેનો ખેડુત તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયના જુદા જુદા જિલ્લાઓ જેવા કે ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર અને રાજકોટમાંથી 49 જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આણંદ કૃષિ યુનિવર્સીટીના ઇન્સ્ટીટયુટ ઓફ ડીસ્ટન્સ એજયુકેશન (આઇડિયા), બોરસદ ચોકડી, આણંદ ખાતે ગ્રીન હાઉસ કે નેટહાઉસમાં ખેતી અંગેનો તાલીમવર્ગ 15 દિવસનો દરમ્યાન કુલપતિ, ડો. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજયના જુદા જુદા જિલ્લાઓ જેવા કે ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર અને રાજકોટમાંથી 49 જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ડો. કે. બી. કથીરીયાના હસ્તે ગ્રીન હાઉસ, નેટ હાઉસના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં. તાલીમાર્થીઓને તેમણે મેળવેલા જ્ઞાનનો ગ્રીન હાઉસ, નેટ હાઉસની ખેતીમાં ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં, તેઓએ ખેડૂતોને જણાવેલ કે, ખેડૂતોની મદદ માટે આણંદ કૃષિ યુનિવર્સિટી સદાય તત્પર છે. આ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં સંશોધન નિયામક, ડો. એમ. કે. ઝાલા; વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. એચ. બી. પટેલ, આચાર્ય, બાગાયત મહાવિદ્યાલય, ડો. એન. આઇ. શાહ અને નિયામક, આઇડીયા, ડો. શૈલેશ ડી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને યુનિવર્સિટીના નિષ્ણાંત વૈજ્ઞાનિકોએ વ્યાખ્યાન દ્વારા, આણંદ કૃષિ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગોની અને પ્રગતીશીલ ખેડૂતોના ગ્રીનહાઉસ/નેટ હાઉસની પ્રત્યક્ષ મુલાકાત દ્વારા ગ્રીનહાઉસ/નેટહાઉસના વિવિધ વિષયોની જેમ કે ગ્રીન હાઉસ અને નેટહાઉસના પ્રકારો, જાળવણી, પ્લાન્ટીંગ મટીરીયલ્સનો ઉપયોગ અને ઉપલબ્ધતા, સુક્ષ્મતત્વોનો અને વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ, સંકલિત જીવાત અને રોગોના નિયંત્રણની પધ્ધતિઓ, નર્સરી ઉછેર તેમજ જુદા જુદા શાકભાજી અને ફૂલપાકોની ખેતી વિશે સમજણ આપવામાં આવી હતી.

Most Popular

To Top