SURAT

ખાતરની કિમતોમાં ગુણ દીઠ 700 રૂપિયા વધી જતાં ખેડૂતો નારાજ

surat : ખાતર કંપનીઓ દ્વારા 1મેથી ખાતરની કિમતોમાં ગુણદીઠ આશરે 700 રૂપિયાનો વઘારો કરવામા આવતા ખેડૂતો ( farmers) માં નારાજગી છે. એકબાજુ કોરોનાએ ( corona) લોકોની મુશ્કેલી વધારી છે. લોકો હેરાન-પરેશાન છે ત્યારે ખાતર કંપનીઓ દ્વારા ખાતરની કિમતોમાં જબરદસ્ત વધારો થતા ખેડૂતો વિરોધના મુડમાં છે.

જાણવા મળેલી માહિતી મુજબ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ સહિતની ખાતર ઉત્પાદક કંપની ઉત્પાદક કંપનીઓએ આઝાદી પછી પ્રથમવાર ખાતર ( fertilizer) ના ભાવોમાં 50 કિલોની એક ગુણીએ 600થી 700 રૂપિયાનો વધારો કરતા ખેડૂતોમાં નારાજગી ફેલાઇ છે. ૫૦ કિલોની ગુણની કિમત ૧૨૦૦ થી વધીને ૧૯૦૦ રૂપિયા સુધી પહોંચી જતા શેરડી સહિતનો પાક લેતા ખેડુતોનાં ખર્ચનું ભારણ પ્રતિ વધી ગયુ છે. નવા ભાવ પ્રમાણે શેરડીનુ ઉગાવવા માટે 1 એકર પર 5000 રૂપિયા ખર્ચ વધી જશે.ગત મહિનામાં પણ કંપનીઓ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો હતો, પણ વિરોધનો વંટોળ ઉઠતા ખાતર બનાવતી કંપનીઓએ જયાં સુધી જુના સ્ટ્રોકમાં ખાતરનો જથ્થો હશે ત્યાં સુધી જુના ભાવે વેચાણ કરવાની ખાતરી આપી હતી.

જો કે હવે ફરી એક વખત કંપનીઓ દ્વારા સત્તાવાર ભાવ વધારો જાહેર કરી દેવામાં આ‍વ્યો છે. ખેડૂતો દ્વારા મહત્તમ ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા ડી.એ.પી ખાતરની ૫૦ કિલોની ગુણના ભાવ ૧૨૦૦થી વધારીને ૧૯૦૦ રૂપિયા કરી નાંખવામાં આવ્યા છે, જેથી સરેરાશ ૫૮ ટકાનો વધારો થયો છે. જયારે અન્ય ખાતરમાં સેરરાશ ૨૦ થી ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હોવાથી ખેડુતોમાં નારાજગી છે. ખેડૂત સમાજનું કહેવુ છે કે બંગાળ અને મોરવાહડફની બેઠક પર ચૂંટણીને લીધે ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયાએ સબસીડીની જાહેરાત કરી ખેડૂતોને છેતર્યા છે.


સરકારમાં રજૂઆત કરવામાં આવશે, નહી માને તો આંદોલન કરાશે

સહકારી આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે આઝાદી બાદ ખાતરની કિમતોમાં થયેલા અસહ્ય ભાવ વધારાને લીધે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર અસર પડશે. હાલ કોરોનાકાળમાં ખેડૂતોની હાલત સારી નથી. તેવામાં ખાતરની કિમતોમાં વધારો તેમને વધુ બેહાલ બનાવશે. આ અંગે ખેડૂત સમાજ દ્વારા સરકારમાં રજૂઆત કરાશે અને ત્યાર બાદ પણ જો ઉકેલ નહીં આવે તો વિરોધની રણનીતિ બનાવવવામાં આવશે.


હાલની પરિસ્થિતિ પ્રમાણે ખાતરની કંપનીઓ દ્વારા ભાવવવધારો કરાયો છે

કોટન ફેડરેશન ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જયેશ દેલાડે જણાવ્યું હતું કે આ અંગે મંત્રી મનસુખ માંડવીયાને રજૂઆત કરી હતી. માંડવિયાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ પ્રમાણે ખાતર બનાવતી કંપનીઓએ ભાવવધારા કરવાની રજૂઆત કરી હતી. જોકે સરકાર દ્વારા ખાતરમાં સબસીડી વધારવાની વિચારણા ચાલી રહી છે.


ખાતરનું નામ નવોભાવ જુનો ભાવ

ઇફકો ડી.એ.પી ૧૯૦૦ ૧૨૦૦
ઇફકો એન.પી.કે (૧૨-૩૨-૧૬) ૧૮૦૦ ૧૧૮૫
ઇફકો એન.પી.કે (૧૦-૨૬-૨૬) ૧૭૭૫ ૧૧૭૫
સરદાર એ.એસ.પી.(૨૦-૨૦-૧૩) ૧૩૫૦ ૯૭૫
સરદાર એન.પી.કે (૧૨-૩૨-૧૬) ૧૮૦૦ ૧૧૮૫
સરદાર એન.પી.કે (૧૦-૨૬-૨૬) ૧૭૭૫ ૧૧૭૫
કૃભકો એન.પી.કે (૧૨-૩૨-૧૬) ૧૬૫૦ ૧૧૮૫
આઇ.પી.એલ ડે.એ.પી ૧૯૦૦ ૧૨૦૦
આઇ.પી.એલ પોટારા ૧૦૦૦ ૮૭૫
આઇ.પી.એલ એ.એસ.પી ૧૪૦૦ ૯૭૫
મહાધન (૨૪-૨૪-૦૦) ૧૯૦૦ ૧૨૮૦
મહાધન એન.પી.કે (૧૨-૩૨-૧૬) ૧૯૫૦ ૧૩૫૦
મહાધન એન.પી.કે ( ૧૦-૨૬-૨૬) ૧૯૨૫ ૧૩૦૫
મહાધન એ.એસ.પી ૧૬૦૦ ૧૦૬૫
સરદાર સલ્ફેટ ૭૩૫ ૬૫

Most Popular

To Top