17 ખેડૂત જૂથો કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે ગુરુવારે આયોજીત ‘રેલ રોકો’ આંદોલનના પગલે રેલવેએ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ પર ધ્યાન કેન્દ્રિત કરીને આરપીએસએફની વધુ 20 કંપનીઓને દેશભરમાં તૈનાત કરી દીધી છે. ખેડૂતો આવતી કાલે ચાર કલાક રેલરોકો આંદોલન દેશવ્યાપી કરવાના છે.
ખેડૂત સંગઠનોની પ્રમુખ સંસ્થા સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)એ ગયા અઠવાડિયે કૃષિ કાયદાઓ રદ કરવાની માગ માટે રેલવે નાકાબંધી કરવાની માંગ કરી હતી.
આ વિશે રેલ્વે પ્રોટેક્શન ફોર્સના ડાયરેક્ટર જનરલ અરૂણ કુમારે બુધવારે કહ્યું કે, હું દરેકને શાંતિ જાળવવા અપીલ કરું છું. અમે જિલ્લા વહીવટ સાથે સંપર્ક જાળવી રાખશુ અને જગ્યા જગ્યાએ કંટ્રોલ રૂમ બનાવશું.
અમે ગુપ્ત માહિતી ભેગી કરી રહ્યા છીએ. તેમજ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો અને કેટલાક અન્ય ક્ષેત્રોએ અમારું ધ્યાન વધુ કેન્દ્રિત કરશું. આ વિસ્તારોમાં રેલવે પ્રોટેક્શન સ્પેશ્યલ ફોર્સ (આરપીએસએફ)ની વધુ 20 કંપનીઓ (લગભગ 20,000 લોકો) તૈનાત કરવામાં આવ્યા હતા.
કુમારે કહ્યું કે, અમે તેમને સમજાવવા માંગીએ છીએ કે કોઈ મુસાફરોને અસુવિધા ન થાય. રેલવે રોકો આંદોલન ચાર કલાક ચાલશે અને અમે ઇચ્છીએ છીએ કે તે (રેલ્વે રોકો) શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય.એસકેએમએ કહ્યું હતું હતું કે, રેલરોકો દેશભરમાં બપોરે 12થી સાંજના 4 વાગ્યા સુધી કરવામાં આવશે.
ઉત્તરી રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ-ઉત્તર પ્રદેશમાં ‘રેલ રોકો’ આંદોલનો કેન્દ્રિત થશે.