વડોદરા: કોરોનાં વાયરસ જોઈ શકાતો નથી. આ વાયરસ કેટલો ખરનાક છે તેનો ત્રાદશ કરતો કિસ્સો વડોદરાના ગોત્રી વિસ્તારમાં બન્યો હતો. 1 લી માર્ચે કન્યાના ધામ ધૂમથી લગ્ન લેવાયા હતા.પરિવારના સભ્યો, સગા સબંધીઓ અનેરા ઉમંગ ઉત્સાહ સાથે લગ્નને મ્હાલ્યા હતા. પરંતુ કાળને કાંઈ જુદું જ કરવું હશે. તેમ કન્યાની વિદાય વેળાએ જ અચાનક ચક્કર આવ્યા બાદ ઢળી પડતા પતિ દ્વારા સારવાર અર્થે એસેસજી હોસ્પિટલમાં લાવવામાં આવી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી કોરોનાં રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તાર સ્થિત એ-101 ક્રિષ્ના ટાઉનશીપ વુડા ફ્લેટની પાછળ રહેતી 45 વર્ષીય મુકતાબેનના તેમની જ સોસાયટીમાં રહેતા યુવક સાથે 1લી માર્ચના રોજ લગ્ન થયા હતા. લગ્ન બાદ પરિણીતા પતિના ઘરે રહેવા ગઈ હતી.લગ્નના ત્રીજા દીને કન્યા વિદાય નો દિવસ હોય તેની આજે સવારે ખૂબ જ ઉત્સાહપૂર્વક પિતાના ઘરે જવા માટે બાથરૂમમાં સ્નાન કરીને બહાર આવ્યા બાદ શણગાર સજીને તૈયાર થયા હતા.
દરમિયાન એકાએક ચક્કર આવતા ઢળી પડ્યા હતા.જેથી તેઓને તેમના પતિ દ્વારા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી લાવવામાં આવી હતી.જ્યાં ફરજ પરના તબીબે પરણિતાને મૃત જાહેર કરવામાં આવી હતી.તે બાદ તેણી કોરોના ટેસ્ટ માટેની ફરજ પરના તબીબે પ્રક્રિયા હાથ ધરી હતી.આ પ્રક્રિયા દરમ્યાન સૌપ્રથમ રેપિડ માટે નો ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યો હતો.જેમાં પરણિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ અંગે માહિતી આપતા મૃતક પરિણીતાની બહેને જણાવ્યું હતું કે તેમની બહેનને છેલ્લા 2-3 દિવસથી તાવ આવતો હતો.જેથી તે તાવની ગોળીઓ લેતી હતી. જોકે ગુરુવારે સવારે તેને એકા એક ચક્કર આવતા સાસરીમાં બેભાન હાલતમાં ઢળી પડી હતી.પરણિતાનું સાસરી અને પિયર એક જ સોસાયટીમાં આવેલ હોવાથી પરિવારજનો દોડી ગયા હતા અને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના તબીબે નવ પરણિત મહિલાને મૃત જાહેર કરી હતી.કન્યાના કોરોનાંની ગાઈડલાઈન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.પરંતુ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું અને શુભ પ્રસંગ માતમમાં પલ્ટી ગયો.હસતા ચહેરાઓ પર દર્દનાક આંસુ આવી ગયા.કોરોના મહામારીએ કોડ ભરી કન્યાના જીવનની નવી ઈનિંગ શરૂ કરે તે પહેલાં જ છીનવી લીધી હતી.
શહેરમાં વધુ 46 વ્યક્તિ કોરોનાં સંક્રમિત થયા : એક પણ મોંત નહીં
વડોદરા: કોરોનાં પોઝિટિવના આજે વધુ 46 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 24,887 ઉપર પહોંચ્યો છે.કોરોનાં ને કારણે એક પણ મરણ નહીં નોંધાતા મોંતની સંખ્યા 241 પર સ્થિર રહી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 2,230 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 46 પોઝિટિવ અને 2,184 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 584 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
જેમાં 471 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 113 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 78 અને 35 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 708 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશનમાંથી 43 વ્યક્તિઓને રજા અપાઈ છે.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 24,062 ઉપર પહોંચી હતી.
કેન્દ્રની આરોગ્યની ટીમે હોસ્પિટલની મુલાકાત લીધી
રાજ્યભરમાં કોરોનાં પોઝિટિવ કેસોમાં વધારો થતાં વધુ એક વખત કેન્દ્રીય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતના પ્રવાસે છે.
દરમિયાન આરોગ્યની ટીમે વડોદરાની મુલાકાત લીધી હતી.જેમાં એસેસજી ,ગોત્રી કોવિડ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલની સાથે સાથે કન્ટેન્ટમેન્ટ ઝોનની પણ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવી રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને સુપ્રત કરશે. દિવાળીના તહેવારો બાદ રાજકીય તહેવારોએ ફરી એકવાર કોરોનાં નું સંકટ સર્જ્યું છે.વધતા કોરોના કેસોથી કેન્દ્રીય ટીમો પણ એક્શનમાં આવી છે.