Entertainment

ફરદીન 12 વર્ષે ‘વિસ્ફોટ’ કરશે

ફરદીન ખાન લગભગ ભુલાઇ ગયો છે, જોકે તે એવો એકલો જ નથી. ઝાયેદ ખાન પણ ભુલાયો છે. ફિલ્મસ્ટાર્સના સંતાનો હોવા માત્રથી કોઇને સફળતાની ગેરંટી મળી જતી નથી. ફરદીનના પિતા ફિરોઝખાન પાસે ખૂબ ટેલેન્ટ હતી તો પણ પોતે નિર્માતા દિગ્દર્શક બન્યા ત્યારે જ વધારે સફળ રહેલા. ફરદીન ખાન ક્યારેય સારો અભિનેતા ગણાયો નથી પણ કામ મળતું રહેતું હતું પણ 2010માં તે દુલ્હા મીલ ગયામાં આાવ્યો પછી ગાયબ જ થઇ ગયો હતો હવે તે ફરી એક ફિલ્મમાં આવી રહ્યો છે. ફરદીનને પૂછો કે તું નિષ્ફળતાથી હતાશ હતો. તો કહે કે નાના જરા પણ નહી. અભિનેતાની કારકિર્દીમાં આવું બનતું હોય છે. સંજય કપૂર, બોબી દેઓલ, વગેરે પણ નિષ્ફળ ગયા છે. મુમતાઝ અને મયુર માધવાણીની દિકરી નતાશા માધવાણીએ પરણેલો ફરદીન એક સ્થિર કુટુંબજીવન જીવી રહ્યો છે. તેના પિતા અને કાકાની જિંદગીમાં લગ્નબાધ્ય સંબંધો ચર્ચાતા રહેલા તેવું તેનામાં નથી બન્યું. આમ પણ જે સ્ટાર તરીકે સફળતા મેળવે એજ લફડાબાજ બની શકે. ફરદીન યા તુષાર કપૂર લફડાબાજ નથી કારણ કે સફળ નથી.

બાકી ફરદીન ખાને 1998ની પ્રેમ અગનથી કારકિર્દી શરૂ કરેલી. એ ફિલ્મ ફિરોઝ ખાનની હતી અને ધર્મેન્દ્ર, રાકેશ રોશન વગેરેની જેમ પોતાના દિકરાની કારકિર્દી બનાવવા પ્રયત્ન કરેલો. જોકે એવું બન્યું નહી. ફરદીને જાનશીન, લવકે લિયે કુછ ભી કરેગા, પ્યાર તુને ક્યા કિયા વગેરે ફિલ્મોમાં કામ કર્યું પણ હીરો તરીકે નિષ્ફળ ગયો પછી નો એન્ટ્રી, હૈ બેબી વગેરેમાં કોમેડી કરવાનો પ્રયત્ન કર્યો. ફરદીન હવે થોડો જાડો થઇ ગયો છે અને બે સંતાનોનો પિતા પણ બની ચૂક્યો છે. તેની દિકરાનું નામ ડિઆની ઇસાબેલે ખાન છે તો દિકરાનું નામ અઝારિયસ રાખ્યું છે. ફરદીન તેના કુટુંબીજીવનથી ખુશ છે. હવે તેની વિસ્ફોટ નામની ફિલ્મ આવી રહી છે જેમાં તેની સાથે રિતેશ દેશમુખ અને પ્રિયા બાપટ છે. આ ફિલ્મ રોક, પેપર એન્ડ સિઝર્સ (2012)ની અધિકૃત રિમેક છે.

આ ફિલ્મ વાસ્તવિક સ્થળો પર ફિલ્માવવામાં આવી છે. ટી. સિરઝવાળા ભુષણકુમાર અને સંજય ગુપ્તા આ ફિલ્મના નિર્મતા છે એટલે ફરદીન ફરી કારકિર્દી બનાવવા બાબતે ઉત્સાહી છે. આ ફિલ્મમાં તે ટેક્સી ડ્રાઇવર બન્યો છે જે અગાઉ ડ્રગ ડિલર હતો. રિતેશ દેશમુખ એરલાઇન પાયલટ છે જેના દિકરાને આકસ્તિક રીતે ફરદીન ખાન કિડનેટ કરે છે. આ ફિલ્મમાં કામ કરવા ફરદીને છ મહિનામાં જ 18 કિલો વજન ઉતાર્યુ છે. તે કહે છે કે મારે ફરી 25 વર્ષના દેખાવું હતું અને એટલે પૂરી મહેનત કરી છે. વિત્યા 12-13 વર્ષમાં આખું ફિલ્મજગત અને ફિલ્મો બદલાઇ ગઇ છે. હુ થોડા વર્ષ અહીં નહોતો કારણ કે મારી પત્નીને ગર્ભ રહેતો નહોતો એટલે અમે ટ્રીટમેન્ટ માટે લંડન ગયા હતા અને પરિણામે 2013માં અમને દિકરી આવી અને તેના ચાર વર્ષ પછી દિકરો. હવે બંને બાળકો મોટા થઇ રહ્યા છે એટલે ફરી કામ માટે તૈયાર છું. મારી દિકરીને લંડનની સ્કૂલમાં દાખલ કરી છે. •

Most Popular

To Top